December 13, 2024

વર્ષ 2024નું પહેલું લેઓફ, એપલે કરી 600 કર્મચારીઓની છટણી

Apple Layoffs: વર્ષ 2024માં પણ છટણી અટકવાનું નામ નથી લઈ રહી. આ વર્ષે પણ અત્યાર સુધીમાં ઘણી કંપનીઓએ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી ચુકી છે. જેમાં હવે ટેક જગતની દિગ્ગજ અને દુનિયાની સૌથી મોટી કંપની એપલનું પણ નામ જોડાઈ ચૂક્યું છે. એપલે હાલમાં જ 600થી વધારે કર્મચારીઓની છટણી કરી છે.

કંપનીએ આપી જાણકારી
કંપનીએ છટણી કરી હોવાની વાતને કન્ફર્મ કરી લીધી છે. કંપનીએ કૈલિફોર્નિયા એમ્પલાયમેન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે ફાઈલિંગ કરતા સમયે આ વાતની પુષ્ટી કરી છે. એપલે કેલિફોર્નિયામાં 600થી વધારે કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ આ નિર્ણય કાર અને સ્માર્ટવોચ ડિસ્પ્લે પ્રોજેક્ટને બંધ કરવાના કારણે લેવો પડ્યો છે.

દુનિયાની 2 નંબરની કંપની
છટણીના આ સમાચાર ગંભીર બની શકે છે કારણ કે એપલની ગણતરી માત્ર ટેક ઈન્ડ્સ્ટ્રીમાં જ નહીં, પરંતુ ઓવરઓલ દુનિયામાં સૌથી મોટી કંપનીમાં ગણયા છે. એપલના શેર અમેરિકાની બજારમાં ગુરૂવારે 0.49 ટકા ગગડ્યો હતો. જે બાદ કંપનીની એમકેપ 2.61 ટ્રિલયન ડોલર હતી. આ વેલ્યૂએશનની સાથે એપલ માત્ર માઈક્રોસોફ્ટ પછીની બીજી કંપની છે. એટલે કે તે દુનિયાની બીજા નંબરની સૌથી મોટ કંપની છે.

આ પણ વાંચો: સોનાનો ભાવ ઓલટાઇમ હાઇ, જુઓ કેટલે પહોંચ્યું

ફાઈલિંગમાં આપી જાણકારી
એપલનું હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં કુપર્ટિનોમાં સ્થિત છે. લોકલ રેગ્યુલેશના હિસાબે કંપનીએ વર્કર એડજસ્ટમેન્ટ એન્ડ રિટ્રેનિંગ નોટિફિકેશન અંતર્ગત 8 અલગ અલગ જગ્યાએ ફાઈલિંગ કરીને કર્મચારીઓની છટણી કરી હોવાની પુષ્ટી કરી છે.

આ કર્મચારીઓને થઈ અસર
કંપનીની ફાઈલિંગના અનુસાર છટણીનો શિકાર થયેલા લોકોમાં ઓછામાં ઓછા 87 કર્મચારીઓ એપલના સીક્રેટ ફૈસિલિટીમાં કામ કરી રહ્યા હતા. જ્યાં નેક્સ્ટ-જનરેશન સ્ક્રીન ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત બાકીના કર્મચારીઓ કાર પ્રોજેક્ટ માટે ડેડિકેટેડ હતા.

આ વર્ષે આવ્યું હતું આ અપડેટ
એપલના કાર પ્રોજેક્ટને લઈને દુનિયાભરમાં હાઈપ બની છે. હાલ ઘણી મોબાઈલ અને ગેજેટ કંપનીઓ વ્હીકલ ખાસ કરીને ઈવી સેગમેન્ટમાં લાવવમાં આવી છે. શ્યાઓમી અને હુઆવે જેવી ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓમાં ઈવી માર્કેટમાં લાવી ચૂકી છે. એપલે પણ કેટલાક સમય પહેલા પ્રોટોટાઈપ રજૂ કરી હતી, પરંતુ આ વર્ષની શરૂઆતમાં જાણકારી મળી હતી કે એપલ તેના કાર પ્રોજેક્ટને લઈને પીછેહટ કરવાનો નિર્ણય લીધો છે.