October 6, 2024

કુલધરા ઉપરાંત આ ડરાવના ગામ વિશે જાણો છો?

ભારતનું રાજસ્થાન એક પર્યટન સ્થળ માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં તમને ખુબ જ વિશાળકાય અને સુંદર મહેલો, સરોવરો, પહાડો અને રણ જોવા મળે છે. આ સાથે અહીં જ ભારતનું રહસ્યમય અને ભૂતિયા ગામ આવેલું છે. કુલધકા તરીકે જાણીતા ગામ વિશે ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેને ખબર નહીં હોય, પરંતુ શું તમે જાણો છો ભારતમાં કુલધરા ઉપરાંત પણ એક રહસ્યમય ગામ છે. જે રાજસ્થાનમાં નહીં પરંતુ મધ્યપ્રદેશમાં આવેલું છે.

આ પણ વાંચો:જો તમે અમદાવાદના છો તો જ વાંચજો….

દેશના દિલમાં છે ડર!

મધ્યપ્રદેશને દેશના હૃદય તરીકે ગણાય છે. દેશના હૃદયમાં એક ડરાવનું ગામ છે જ્યાં લોકો રહેતા ડરે છે. અમે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાની. આ જિલ્લાના ચૌકા ગામની વાર્તા રાજસ્થાનના કુલધરા જેવી જ છે. એક સમય હતો જ્યારે ચૌકા ગામમાં 100થી વધુ પરિવારો રહેતા હતા, પરંતુ આજે માત્ર 4 લોકો જ રહે છે. આ ગામ છત્તરપુરથી માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલું છે. કેટલાક દાયકાઓ પહેલા આ ગામ સામાન્ય ગામ જેવું જ હતું.

આ પણ વાંચો:આ જગ્યાએ ફરવા પર છે જીવનું જોખમ!

અજીબ ઘટનાઓની થઈ શરૂઆત

એક દાયકાથી પણ વધારે સમય પહેલા અહીં દિવસે ને દિવસે વિચિત્ર ઘટનાઓ બનતી હતી. મહિલાઓ ખોટી આદતે ચડતા તેમણે પણ અજીબ કામો શરૂ કરી દીધા હતા. જેના કારણે ગામમાં બિમારીઓ આવી ગઈ હતી. જેના કારણે અનેક લોકોના મૃત્યું થયા. આ ઘટનાક્રમ ખુબ લાંબા ગાળા સુધી ચાલતો રહ્યો. આમ જ ધીરે ધીરે કરતા ગામમાં લોકોની સંખ્યા ઘટતી ગઈ.

આ પણ વાંચો:હવે દ્વારકાના નાથની સોનાની નગરી જોઈ શકાશે…

એક દાયકાની અંદર ગામ બન્યુ વેરાન

થોડા જ વર્ષો પહેલા હસ્તા રમતા ગામની એવી તો દૂર દશા થઈ કે લોકો ગામ છોડીને જવા લાગ્યા. દર વર્ષો મોટી સંખ્યામાં લોકોએ સ્થળાંતર શરૂ કર્યું. જેના કારણે આજે આ ગામમાં માત્ર 4 લોકો જ રહી રહ્યા છે. તો બીજી તરફ સરકાર દ્વારા પણ ગામમાંથી થતા સ્થળાંતરને રોકવા માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરવામાં ન આવ્યા. ગામમાં બની રહેલી વિચિત્ર ઘટનાઓને અટકાવવાનો પણ પ્રયાસ કરવામાં નથી આપ્યો.