વધુ એક નશામાં ધૂત નબીરાએ કર્યો અકસ્માત, હિમાલયા મોલ પાસે 4થી 5 વાહનોને અડફેટે લીધા

Ahmedabad: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર નશામાં ધૂત થારચાલકે અકસ્માત સર્જયો છે. થારચાલકે અકસ્માતમાં 4થી 5 વાહનોને અડફેટે લીધા છે. જોકે, ઘટના બાદ પોલીસે કારચાલકને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યા બાદ શહેર પોલીસ એક્ટિવ બની હતી. ત્યારે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ પાસે નબીરાએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. એક કારચાલકે ચારથી વધુ વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ કાર રોકાઈ જતા લોકો તેને ઘેરી લીધો હતો. જોકે, કારચાલકે છરો બતાવીને લોકોને ડરાવ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા લોકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. સાથે જ કારચાલકે પોલીસને પણ ડરાવી હતી. પરંતુ બાદમાં પોલીસે કારચાલકને ઝડપી લીધો હતો. ઘટના બાદ પોલીસે કાર ચાલકને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: હું માફી નહીં માંગું…. નેતાની મજાક ઉડાવવી કાયદા વિરુદ્ધ નથી, કુણાલ કામરાએ લખી લાંબી પોસ્ટ