November 9, 2024

SMCને રાષ્ટ્રીય સ્તરે વધુ એક પુરસ્કાર, HUDCO દ્વારા સેનિટેશન થીમ સંદર્ભે એવોર્ડ

અમિત રૂપાપરા, સુરત: સુરત મહાનગરપાલિકાની સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. નવી દિલ્હી ખાતે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા વર્લ્ડ હેબિટેડ-ડે 2024ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમંત્રી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ભારત સરકારના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકાને બેસ્ટ પ્રેક્ટિસ ટુ લિવિંગ એન્વાયરમેન્ટ અંતર્ગત વોટર ફોર ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ વોટર માટેની સેનિટેશન થીમ સંદર્ભે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

સુરત મહાનગરપાલિકાની પ્રતિસ્ઠાના તાજમાં વધુ એક મોરપંખનો ઉમેરો થયો છે. નવી દિલ્હી ખાતે હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોપોરેશન લી. (HUDCO) ધ્વારા આજરોજ વર્લ્ડ હેબીટેટ ડે-2024 ની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં તોખન શાહુ, રાજય મંત્રી મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ ભારત સરકારના વરદહસ્તે સુરત મહાનગરપાલિકાને વર્ષ 2023-25 માટે બેસ્ટ પ્રેકટીસ ટુ ઈમ્પ્રુવ ધ લીવીંગ એન્વાયરમેન્ટ અંતર્ગત વોટર સપ્લાય રીસાકયલ એન્ડ રીયુઝ ઓફ સીવેજ વોટર ફોર ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડ વોટર સપ્લાય માટેની સેનીટેશન થીમ સંદભેના એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકા તરફથી દંડક ધર્મેશ વાણીયાવાલા, ડ્રેનેજ કમિટિ ચેરમેન કેયુર ચપટવાલા તથા કાર્યપાલક ઈજનેર કેતન દેસાઈ હાજર રહ્યા હતા. સુરત મહાનગરપાલિકા પર્યાવરણ હિતમાં હંમેશ પ્રયત્નશીલ રહે છે. ત્યારે પાણીના પરંપરાગત સ્ત્રોત પર નિર્ભરતા ઘટાડવા તથા મહત્તમ ધોરણે ગટરના ગંદા પાણીનો પુન: ઉપયોગ થઈ રહે આ દિશામાં વધુ એક પ્રયાસના ભાગરૂપે મહાનગરપાલિકા ધ્વારા સુરત શહેર બહાર આવેલ વિવિધ ઔદ્યોગિક કલ્સ્ટરોમાં સેકન્ડરી ટ્રીટેડ તથા ટર્શરી ટ્રીટેડ વેસ્ટ વોટર પુરૂ પાડવા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના થકી સુરત મહાનગરપાલિકાને 140 કરોડ કરતા વધુ આવક થઈ રહી છે. સુરત મહાનગરપાલિકા આગામી દિવસોમાં ટર્શરી ટ્રીટેડ વેસ્ટ વોટર થકી ઉભી કરેલ આવકના સ્ત્રોતમાં નોંધપાત્ર વધારો કરી મહાનગરપાલિકાના રેવન્યુ ખર્ચમાં મદદરૂપ થઇ સેલ્ફ સસ્ટેનેબલ થવા તથા તેટલા અંશે પીવાના પાણીના સ્ત્રોતમાં બચત કરવા કામગીરી કરી રહી છે.