October 5, 2024

અંકલેશ્વર GIDC-નબીપુર પોલીસ સ્ટેશનમાં પણ વક્ફ બોર્ડ જમીન કૌભાંડની ફરિયાદ

ભરૂચઃ શહેરમાં વક્ફ બોર્ડના નામે મસમોટા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. વક્ફ બોર્ડના નામે જમીન કૌભાંડ આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે. વક્ફ બોર્ડના નકલી પેપરથી જમીન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળ પર જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. વક્ફ બોર્ડના નામે જમીન કૌભાંડના ભરૂચમાં 8 ગુના નોંધાયા છે. તેમાંથી એક ગુનો અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં તો અન્ય એક ગુનો નબીપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અંકલેશ્વરમાં વક્ફ બોર્ડ જમીન કૌભાંડ મામલે 6 ફરિયાદ, જાણો તમામ માહિતી

ફરિયાદ-7
અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં સાતમી ફરિયાદ નોંધવામાં આવી છે. અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર ઓફિસના સબ રજિસ્ટ્રાર ફરિયાદી બન્યા છે. 2 જાન્યુઆરી 2024ના રોજ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે 8 આરોપી વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. ત્યારબાદ 6 આરોપીની પોલીસે અટકાયત કરી છે. જ્યારે 2 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. અફસાનાબાનુ કાઝી અને ઇકબાલ ડેરૈયા વોન્ટેડ જાહેર કર્યા છે. કોસમડી ગામની સીમમાં આવેલી ખાતા નં. 378, સર્વે નં. 809ની જમીન પચાવવા ગુજરાત વક્ફ બોર્ડનો ખોટો પરવાનગી પત્ર બનાવાયો હતો. અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. ભાડા કરારના આધારે જમીન પચાવી પાડવામાં આવી છે. આ જમીનના માલિક મસ્જિદ મદરેસા ટ્રસ્ટ છે.

આ પણ વાંચોઃ ભરૂચમાં વક્ફ બોર્ડના નામે મસમોટું કૌભાંડ, ગેંગનો પર્દાફાશ

ફરિયાદ-8
નબીપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે 8મી ફરિયાદ નોંધવામાં આવી છે. ભરુચ સબ રજિસ્ટ્રાર ઓફિસના સબ રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ 29 ઓગસ્ટ 2024ના રોજ નોંધવામાં આવી છે. 5 આરોપી વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાંથી 1 આરોપીની પોલીસે અટકાયત કરી છે. જ્યારે 3 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. અફસાનાબાનુ કાઝી, હાજી અલી આદમ બંદુકવાલા અને ઇકબાલ ડેરૈયા વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલામાં લુવારા ગામની ખાતા નં 154 , નવો સરવે ન.156, જુના સર્વે ન. 106, લુવારા ગામની ખાતા નં. 273, નવો સર્વે નં. 167, જુનો સર્વે નં. 100, હલદર ગામની ખાતા નં. 235, નવો સર્વે નં. 169, જુનો સર્વે નં. 157ની જમીન અંગે ગુજરાત વક્ફ બોર્ડની વેચાણ પરવાનગીનો ખોટો પત્ર બનાવ્યો હતો અને ખોટો વેચાણપત્ર બનીને જમીનો વેચવામાં આવી હતી.