આણંદ કોલેરાગ્રસ્ત જાહેર, ઝાડા-ઉલટીનાં કેસ વધતા તંત્ર એક્શનમાં
આણંદઃ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ સોજીત્રા અને પેટલાદ તાલુકાના ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. કોલેરાના વધુ પડતા કેસ આવવાને કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે.
આણંદ શહેરમાં અનેક ઝાડા-ઉલટીના કેસ સામે આવ્યા છે. ત્યારે કોલેરાના રોગમાં ઉતરોત્તર વધારો જોવા મળ્યો હતો. ત્યારે દર્દીઓમાંથી બે વ્યક્તિઓનાં કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તેને પગલે તંત્ર એક્શનમાં આવી ગયું છે.
આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું આયોજન, સાબરમતી કિનારે ગંગાપૂજન કર્યું
તંત્ર શહેરની દરેક સોસાયટીમાં જઈને પાણીનાં નમૂના લાવશે અને દરેક લાઇનનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. નમૂનાંઓને એફએસએલમાં મોકલીને તેનું ચેકિંગ કરીને રિપોર્ટ મેળવવામાં આવશે.
તંત્ર જાહેરમાં ઉભા રહેતી ખાણીપીણીની લારીઓ પર તવાઈ બોલાવશે. શહેરના ઇસ્માઇલ નગર, પધરીયા મેલડી માતા મંદિર, મંગળપુર સહિતના વિસ્તારોમાં ઝાડા-ઉલટીના કેસો વધી રહ્યા છે. તેને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.