December 3, 2024

PHOTOS: બોરસદમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 12 ઇંચ વરસાદ

ગાંધીનગરઃ રાજ્યમાં સવાર 6થી 12 વાગ્યા સુધીમાં 167 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ આણંદના બોરસદમાં 12.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નર્મદાના તિલકવાડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે.

બોરસદ શહેરમાં વહેલી સતત સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. તો ઘણી સોસાયટીઓમાં તો પાણી ઘરમાં ઘૂસી ગયા છે. ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં જનજીવન થંભી ગયું છે. તસવીરોમાં જુઓ બોરસદનો ભયાનક નજારો…