અમરેલીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પૂર્ણ, ખેડૂતોમાં હર્ષની લાગણી

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી જીલ્લાના સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી 10 કેન્દ્રો પર જુદાજુદા તાલુકા મથકે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ ખાંભા કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી ખરીદી ટાર્ગેટ પ્રમાણે પૂર્ણ થતાં ખેડૂતોને માર્કેટ કરતા 250 થી 300 રૂપિયા પોષણશ્રમ મળતા જગતના તાતમાં હર્ષની લાગણી જોવા મળી હતી.
ભાવ વધારે મળ્યો
અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા રાજુલા ખાંભા ધારી બગસરા અમરેલી લાઠી બાબરા સહિતના 10 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં તાલુકાના 2726 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું. જેની સામે 2680 ખેડૂતોએ ખાંભા કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળી વહેંચી1356નો પોષણ શ્રમ ભાવ મળતા ખાંભા તાલુકાના ખેડૂતોને માર્કેટ કરતા 250 થી 300 રૂપિયા ભાવ વધારે મળ્યો હતો. જ્યારે ખાંભા કેન્દ્ર પર બે લાખ સીતેર હજાર ગુણીની ખરીદી કરવામાં આવી હતી અને 67 કરોડ રકમની મગફળી ખરીદી સરકાર દ્વારા ટેકા ભાવે કરી છે.
આ પણ વાંચો: પાટણની મસાલી માઈનોર કેનાલમાં પાણીના અભાવના કારણે ખેડૂતો હેરાન
સરકારનો આભાર માન્યો
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી 10 કેન્દ્રોમાં ચાલી રહી છે. ત્યારે ખાંભા કેન્દ્ર પર સૌપ્રથમ સરકારના ટાર્ગેટ પ્રમાણે અને ખેડૂતોના રજીસ્ટ્રેશન પ્રમાણે મગફળી ખરીદી પૂર્ણ થઈ છે. ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા પોષણ શ્રમ ભાવ મળ્યા હતા અને ખેડૂતોએ ગુજકો અને સરકારનો આભાર માન્યો હતો. અમરેલી જિલ્લાના જુદા જુદા તાલુકા મથકે ટેકાના ભાવેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતોને 1356 જેવો સારો ભાવ પણ મળી રહ્યો છે. ખાંભા તાલુકાના 2726 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે હતું ત્યારે 2716 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ખાંભા કેન્દ્ર પર વેચી છે. બે લાખ સીતેર હજાર ગુણી મગફળી સાથે 67 કરોડની ટેકાના ભાવે મગફળી ખરીદી સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કરી છે. અમરેલી જિલ્લામાં સૌપ્રથમ ખાંભા કેન્દ્ર એ ટેકાના ભાવે મગફળી ખરીદી પૂર્ણ કરી અને ખેડૂતોએ પોષણ શ્રમ ભાવે મેળવ્યા હોવાનું ખાંભા મગફળી કેન્દ્રના ઇન્ચાર્જ પી.એસ.એસ ભવદીપભાઈ સરધારાએ જણાવ્યું હતું