અમરેલીમાં મહિલા નેતાના પતિએ પિતા-પુત્રને માર્યો માર, BJPએ સસ્પેન્ડ કર્યા

અમરેલીઃ દામનગરમાં બીજેપી મહિલા નેતાના પતિએ પિતા-પુત્રને માર માર્યો છે. થોડા દિવસ પહેલાં પિતા અને પુત્રને માર માર્યો હતો. પ્રેમ પ્રકરણને લઈને વિવાદ થયો હતો.
હુમલામાં પીડિત પરિવારની મુલાકાતે પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા હતા. આ મામલે કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે જણાવ્યું હતુ કે, પરિવારની વેદના અને વ્યથા અમે સાંભળી હતી. આરોપી દ્વારા માર મારવા બદલ જે કલમનો ઉમેરો થવો જોઈએ તે નથી થયો. તેના માટે લડાઈ લડવી પડશે. પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ અને આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરિવારની તમામ લડાઈમાં સાથે રહેવાની જેની ઠુમ્મરની તૈયારી છે.
તો બીજી તરફ, બીજેપીએ દામનગર પાલિકા ઉપપ્રમુખના પતિ અતુલ દાલોલીયાને સસ્પેન્ડ કર્યા છે. જૂના પ્રેમ પ્રકરણની અદાવતને લઈને બીજેપી નેતાએ મારામારી કરી હતી. વૃદ્ધ સહિત અન્ય ત્રણ વ્યક્તિ સાથે મારા મારી કરી હતી. જેમાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લા બીજેપી પ્રમુખ અતુલ કાનાણીએ અતુલ દાલોલીયાને સસ્પેન્ડ કર્યા હતા.