કોટાની ફર્ટિલાઇઝર ફેક્ટરી એમોનિયા ગેસ લીકેજ, શાળાના 15 બાળકો બેભાન, 7ની હાલત ગંભીર

Ammonia Gas Leaks: રાજસ્થાનના કોટા ખાતે ચંબલ ખાતર કેમિકલ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીક ​​થયો હતો અને આ ગેસના સંપર્કમાં આવતાં એક સરકારી શાળાના 15 બાળકો બેભાન થઈ ગયા હતા. આ 15 બાળકોમાંથી 7 બાળકોની હાલત ગંભીર છે અને તેમને વધુ સારી સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ફર્ટિલાઈઝર કેમિકલ ફેક્ટરી સ્કૂલની સીમામાં છે અને ગેસ લીક ​​થયા બાદ ગેસ સ્કૂલમાં પહોંચ્યો હતો. થોડી જ વારમાં બાળકો બેભાન થઈ ગયા. બાળકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી
નોંધનીય છે કે, આ ઘટના બાદ NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિસ્તારમાં ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે. કેટલાક ગ્રામજનો ગેસ લીકેજનો ભોગ પણ બન્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ આ ઘટનાની માહિતી લીધી છે. ઘટના બાદ જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ગોસ્વામી, ગ્રામીણ એસપી સુજીત શંકર, વહીવટી અધિકારીઓ અને ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. શરૂઆતમાં, બાળકોની સારવાર CFCL દવાખાનામાં કરવામાં આવી હતી. બાળકોએ જણાવ્યું કે શાળાના પરિસરમાં અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તેમની તબિયત લથડવા લાગી. થોડી જ વારમાં, બાળકો બેભાન થઈ ગયા અને શાળામાં અંધાધૂંધી મચી ગઈ.