October 5, 2024

ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, હર્ષ સંઘવી મુલાકાત લેશે

બનાસકાંઠાઃ ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે હાજર રહેવાના છે. વહેલી સવારે હર્ષ સંઘવી 9.30 કલાકે સિદ્ધ હેમ સેવા કેમ્પની મુલાકાતે જશે.

સિદ્ધ હેમ સેવા કેમ્પ અંબાજીમાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા આપે છે. હર્ષ સંઘવી મેળાને લઈને બનાવેલા પોલીસ મુખ્ય કંટ્રોલ પોઇન્ટ જવા રવાના થશે. 9.50 વાગ્યે હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસ પરિવારના ધ્વજારોહણ કાર્યક્રમમાં ભાગ લેશે. પગપાળા કંટ્રોલ પોઇન્ટથી અંબાજી મંદિર જશે.

અંબાજી મંદિરના મુખ્ય શિખર ઉપર ધ્વજારોહણ કર્યા બાદ પોલીસકર્મીઓનું સન્માન કરશે. 10.20 કલાકે મેળામાં ફરજ બજાવતા અને પ્રસંસનીય કામ કરનારા પોલીસ કર્મીઓનું સન્માન કરશે. ત્યારબાદ અનુકૂળતા મુજબ ગાંધીનગર માટે રવાના થશે.