December 11, 2024

એલિસ પેરીનું ધમાકેદાર પર્ફોર્મન્સ, તોડ્યો આ રેકોર્ડ!

અમદાવાદ: વિમેન્સ પ્રીમિયર લીગ રમાઈ રહી છે. જેમાં બીજી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ 7 વિકેટે જીતી લીધી છે. જેમાં એલિસ પેરીનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું, પેરીએ પોતાના પ્રદર્શનના આધારે ત્રણ મોટા રેકોર્ડ પણ તોડ્યા હતા.

કયા કયા રેકોર્ડ બનાવ્યાં?
વિમેન્સ પ્રીમિયર લીગ 2024 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સ સામેની તેની છેલ્લી લીગ મેચમાં 7 વિકેટથી જીત મેળવીને એલિમિનેટર મેચ માટે પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. એલિસ પેરીએ અનોકો રેકોર્ડ બનાવ્યો હતો. જે આજ દિન કોઈ બનાવી શક્યું નથી. તેણે 6 વિકેટ લીધી અને 40 રનની ઇનિંગ રમી હતી. તમને જણાવી દઈએ તેના નામે બે સદીની ઈનિંગ્સ પણ છે. અત્યાર સુધીમાં તેણે 200 થી વધુ વિકેટ અને 7000 થી વધુ રન બનાવ્યા છે. તેણે આ રેકોર્ડ બનાવવાની સાથે મેરિઝાન કેપનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

પેરીએ મલિંગાનો આ રેકોર્ડ તોડ્યો
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 160 થી T20 મેચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં IPL મેચ પણ રમાઈ છે. આ મેદાન પર બોલિંગનો રેકોર્ડ લસિથ મલિંગાના નામે હતો. તે રેકોર્ડ તોડીને પેરીએ આ સ્ટેડિયમમાં ટી20 ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ બનાવ્યો છે.

સિંધુનું દમદાર કમબેક
સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઈજાને કારણે ચાર મહિના પછી મેચમાં જોરદાર કમબેક કર્યું છે. બુધવારે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ (BATC)ની મહિલા ઈવેન્ટમાં ચીનને 3-2થી માત આપીને પોતાની દમદાર કમબેકનો પરચો આપ્યો હતો. ગ્રુપ ડબલ્યુમાં માત્ર બે ટીમ હોવાને કારણે પ્રથમ મેચ પહેલા જ નોકઆઉટમાં ભારતની જીત નિશ્ચિત હતી. પરંતુ ટીમે ટોચની ચીનની ખેલાડીને હરાવીને ગૌરવ સાથે નોકઆઉટમાં જગ્યા બનાવી હતી. ગયા વર્ષે ફ્રેંચ ઓપન દરમિયાન ઘૂંટણની ઈજાને કારણે બહાર થઈ ગયેલી હતી. પણ સિંધુએ 40 મિનિટમાં તેની હરીફ હાન યુઈને 21-17, 21-15થી હરાવીને ભારતને 1-0ની લીડ અપાવી હતી.