ઐશ્વર્યા રાયે પોતાના નામમાંથી બચ્ચન કેમ હટાવ્યું?
Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચનના છૂટાછેડાને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. જે બાદ સનસનાટી વધી ગઈ છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા રાયના નામની સાથે બચ્ચન સરનેમ દેખાતી નથી. આ વીડિયો જોઈને ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. આવો જાણીએ કે આ દાવામાં કેટલી સત્યતા છે અને કેટલી અફવાઓ છે.
View this post on Instagram
આ પણ વાંચો: ‘પુષ્પા-2′ સામે ઝુકી ગઈ ‘RRR’ અને ‘જવાન’, એડવાન્સ બુકિંગમાં જ 11 કરોડની આવક
તેના પતિને ઈન્સ્ટાગ્રામ પર જ ફોલો કરે
ઐશ્વર્યા રાયે તાજેતરમાં દુબઈમાં આયોજિત વુમન એસ્ટાબ્લિશમેન્ટ કોન્ફરન્સમાં જોવા મળી હતી. જેમાં ઐશ્વર્યા રાયે ભાષણ આપ્યું હતું. આ સમયે જ્યારે ઐશ્વર્યા સ્ટેજ પર આવી તે સમયે ‘ઐશ્વર્યા રાય ઈન્ટરનેશનલ સ્ટાર’ લખવામાં આવ્યું હતું. જોકે મહત્વની વાત એ છે કે આ વીડિયો સિવાય ઐશ્વર્યાએ ક્યાંય પણ અભિષેકનું નામ હટાવ્યું નથી. ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ પર કોઈ ફેરફાર કર્યો નથી. ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના સંબંધોને લઈને સમાચાર એવા સામે આવી રહ્યા છે કે બંને અલગ થઈ ગયા છે. બંનેના સંબધોને લઈને અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. જોકે આ વિશે અભિષેક-ઐશ્વર્યા તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.