એરટેલનો 84 દિવસનો આવી ગયો સસ્તો પ્લાન, મળશે આ લાભ

Airtel: એરટેલે તેના કરોડો વપરાશકર્તાઓ માટે એક શાનદાર રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. એરટેલે પાસે ઘણા પ્લાન છે કે જેમાં મફત કોલિંગ, ડેટા અને SMSની સાથે OTT નું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. ત્યારે અમે તમારા માટે કંપનીના શાનદાર 84-દિવસના પ્લાન વિશે માહિતી આપવાના છીએ.

આ પણ વાંચો: હોળી પછી સોનું થયું મોંઘુ, જાણો આજનો ભાવ

એરટેલના પ્લાને આપી મજા
એરટેલ 84-દિવસનો અદ્ભુત સસ્તો પ્લાન લઈને આવ્યો છે. જેની કિંમત 1199 રૂપિયા છે. કંપની ગ્રાહકોને 84 દિવસ માટે બધા લોકલ અને STD નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ ઓફર કરી રહી છે. જેમાં ટેન્શન વગર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. કોઈપણ ટેન્શન વગર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. આ પ્લાનમાં 84 દિવસ માટે દરરોજ 100 ફ્રી SMS પણ આપવામાં આવે છે. 84 દિવસ માટે 210GB ડેટા આપે છે. તમે દરરોજ 2.5GB સુધીનો હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ડેટા વાપરી શકો છો. આ પ્લાનમાં તમને 5G નેટવર્ક પર અમર્યાદિત 5G ડેટાનો ઉપયોગ પણ મળશે.