October 11, 2024

એરટેલે લોન્ચ કર્યો 26 રૂપિયાનો સસ્તો પ્લાન!

Airtel Recharge Plan: હાલ તમામ કંપનીના મોબાઈલ રિચાર્જ પ્લાન યુઝર્સને મોંઘા લાગી રહ્યા છે. થોડા મહિના પહેલા થયેલા ભાવ વધારાને કારણે લોકો હવે બંને એટલો સસ્તો પ્લાન શોધી રહ્યા છે. ત્યારે હવે એરટેલે તેના યુઝર્સ માટે વધુ એક સસ્તો પ્લાન રજૂ કર્યો છે. એરટેલનો આ રિચાર્જ પ્લાન 26 રૂપિયામાં આવે છે અને તેમાં યુઝર્સને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે 1.5GB ડેટા મળે છે.

કરોડો વપરાશકર્તાઓનો ફાયદો
એરટેલે તેના યુઝર્સ માટે 26 રૂપિયાનો સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. જેનો ફાયદો કરોડો વપરાશકર્તાઓને થશે. વપરાશકર્તાઓને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે 1.5GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળી રહેશે. તમને જણાવી દઈએ કે Jio પછી, એરટેલ યુઝર્સની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. એરટેલનો આ નવો પ્લાન 26 રૂપિયામાં તમને મળી રહેશે. યુઝર્સને દરરોજ 1GB ડેટાનો લાભ મળે છે.

આ પણ વાંચો: વોટ્સએપમાં હવે તમે થઈ ગયા સેફ, આવી ગયું નવું ફિચર

અન્ય ડેટા પેક
આ સિવાય કંપની પાસે પહેલાથી જ ઘણા અન્ય ડેટા પ્લાન છે. જેમાં તમારે રુપિયા 7ના પ્લાનમાં 5GB ડેટા મળી રહેશે. રુપિયા 21નો પ્લાન 6GB ડેટા મળે છે. આ બંને ડેટા પેક યુઝર્સના હાલના પ્લાનમા મળી રહ્યા છે.