October 16, 2024

અમદાવાદના એક એવા શિક્ષક જેઓ વિદ્યાર્થીઓ માટે બની ગયા છે ‘પારસમણિ’ સમાન

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: ‘શિક્ષક’ માત્ર એક શબ્દ નથી, પરંતુ એક વિશેષ વ્યક્તિ છે, જે વ્યક્તિને જીવનનો માર્ગ બતાવે છે. તે વ્યક્તિમાં જ્ઞાન આપે છે, સારા નાગરિક બનવાનું શીખવે છે અને સફળ થવા માટે પ્રેરિત કરે છે. ત્યારે બાળકોમાં પોતાનું જીવન હોમી દેનાર શિક્ષકોનું સન્માન રાજ્ય સરકાર કરી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શિક્ષકોને શિક્ષક દિન નિમિતે સન્માનિત કરવામાં આવશે. ત્યારે, ન્યૂઝ કેપિટલ પર જોઈએ અમદાવાદનાં એવા શિક્ષક જે પોતે ખિસ્સાનાં ખર્ચે પણ વિદ્યાથીઓને તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે.

બાળકના જીવનમાં માતા-પિતા પછી શિક્ષક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષક શિક્ષણ આપવાની સાથે બાળકોને તેમના અનુભવ અને માર્ગદર્શનથી જીવન સફળ બનાવવામાં પણ મદદ કરે છે. આવા જ એક શિક્ષક કુબેરનગરની હિન્દી શાળાના શિક્ષક ડોક્ટર પ્રેમસિંહ કમલસિંહ ક્ષત્રિય જેઓ છેલ્લા 30 વર્ષથી બાળકોના જીવનમાં પ્રકાશ પાડી રહ્યા છે. ડૉ. પ્રેમ સિંહ ક્ષત્રિય ભાષાના શિક્ષક છે અને વિદ્યાર્થીઓમાં ભાષાની જાગૃતિ આવે તેમજ સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકે તે માટે ક્લાસરૂમમાં લેંગ્વેજ કોર્નર પ્રોજેક્ટ શરૂ કર્યો. જે થકી બાળકોને હિંદી ભાષાનો હાઉ દૂર કરવામાં સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. શિક્ષક એ પોતાની સફળતાનો શ્રેય પરિવાર શાસનાધિકારી ને આપ્યો હતો.

શિક્ષકની કાર્યશૈલીની વાત કરવામાં આવે તો… પ્રેમસિંહ ક્ષત્રિય જે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તે શાળામાં ગરીબ અને વંચિત જૂનનાં વધુ બાળકો અભ્યાસ કરે છે. બાળકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તેનું પણ ધ્યાન તેમના દ્વારા રાખવામાં આવે છે. જે વિધાર્થીઓ વાંચન લેખન અને ગણનમાં કાચા હોય તેવા બાળકોને શાળા છૂટયા બાદ પણ ભણાવીને તેઓએ તૈયાર કર્યા છે. સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્કોલરશીપ પરીક્ષામાં પણ સ્કૂલના અનેક બાળકો સિલેક્ટ થયા હોવાનુ તેઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: પૂરનો રસ્તો કાઢશે સરકાર,પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે હવે નવા નિયમો થશે લાગુ

બાળકોનું પણ કેહવુ છે કે જ્યાં સુધી વિદ્યાર્થીઓને સમજ ન પડે ત્યાં સુધી તેઓ અમને અભ્યાસ કરાવે છે. અનેક વાલીઓ પાસે બાળકો માટે ઘણીવાર પુસ્તક કે યુનિફોર્મ લાવવાના પણ રૂપિયા હોતા નથી ત્યારે તેઓ વિધાર્થીઓ માટે પુસ્તક અને યુનિફોર્મ ની વ્યવસ્થા પણ કરી છે જેથી વિદ્યાથીઓને અભ્યાસમાં મુશ્કેલી ન પડે.