અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો પર અમદાવાદ પોલીસની તવાઈ, 21ને પાસા હેઠળ જેલ ભેગા કર્યા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ અસામાજિક તથા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા અમદાવાદ પોલીસ દ્વારા અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના અમરાઈવાડી, ઓઢવ, ઈસનપુર, શાહીબાગ, આનંદનગર, બોડકદેવ, સોલા, નિકોલ, શાહપુર, નારોલ તેમજ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારોના અલગ અલગ અસામાજીક પ્રવૃતિ કરતા કુલ 21 ઈસમો વિરુધ્ધમાં પોલીસ કમિશનર જી.એસ.મલિકે આજરોજ એકસાથે “પાસા”ના કાયદા હેઠળ કાર્યવાહી કરી રાજ્યની કચ્છ-ભુજ જેલમાં ધકેલી દીધા છે.
અમદાવાદ શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા તત્વો પર સખત કાર્યવાહી થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુચારુરુપે ચાલે તે માટે અમદાવાદ શહેર પોલીસ ટીમ સંપુર્ણપણે કટિબધ્ધ છે. આવા લુખ્ખા તત્વો વિરુધ્ધ આ પ્રકારે નિયમિતપણે કામગીરી થતી રહે તે માટે અમદાવાદ શહેરના તમામ પોલીસ અધિકારીઓ કામગીરી રહ્યા છે. પાસા હેઠળ ધકેલવામાં આવેલ ઈસમોની પોલીસ સ્ટેશન મુજબની સંખ્યાની માહિતી નીચે મુજબ છે.