December 10, 2024

બોગસ નોટ સાથે 3 આરોપીની ધરપકડ, 100-200ની નોટો ઝડપાઈ

મિહિર સોની, અમદાવાદઃ બનાવટી ચાલણી નોટો સાથે ઝોન 3 એલસીબીએ કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના બે અને અમદાવાદના એક આરોપીની રૂપિયા 100 અને 200ના દરની બનાવટી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જો કે, આ ગુનાના અન્ય બે આરોપી ફરાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. કુલ 292 નોટો મધ્યપ્રદેશમાં છાપી અમદાવાદ એનું વેચાણ કરવા લાવ્યા હોવાની હકીકત સામે આવી છે.

કાલુપુર પોલીસે આ મામલે હુસેન અન્સારી, ફરીદ ખાન પઠાણ અને સંજય ખખરાણીની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓને ઝોન 3 એલસીબીએ કાલુપુર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રૂપિયા 100 અને 200ના દરની બનાવટી નોટો સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ મધ્યપ્રદેશથી છાપીને નોટ અમદાવાદના બજારમાં ફરતી કરવાના હતા. પરંતુ તે પહેલાં જ પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા. જો કે, આ ગુનામાં અન્ય બે આરોપી મોહમ્મદ હકીમ અનસારી અને અમર દંતાણી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. જો કે, આખા કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલનું કનેક્શન સામે આવ્યું છે. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પોલીસ-તંત્રની સામે લોકોની જાહેરમાં મહેફિલ, કારમાંથી બિયરના ટિન કાઢી ગટગટાવ્યાં

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઝડપાયેલા આરોપી શરાફત અન્સારીનો ભાઈ નાસીર અંસારી સરખેજમાં નોંધાયેલા બળાત્કારના ગુનામાં સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે. તો બીજી તરફ સંજય ખખરાણીનો ભાઈ રાહુલ ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. એટલે કે બંને એક જ જેલમાં હોવાથી તેમને મળવા આવી રહેલા શરાફતને બનાવટી નોટોની જરૂર હોવાથી મોહમ્મદ હકીમ પાસે સંપર્ક કરાવી મગાવી હતી અને તે નોટો અમર દંતાણી પાસે પહોંચે તે પહેલાં જ પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા છે. પોલીસે તપાસ કરતા સારા ફક્ત પાસેથી રૂપિયા 100ની અને ફરદીન પાસેથી 200 રૂપિયાની નોટ મળી આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં અકસ્માત મામલે FSL તપાસમાં મોટો ખુલાસો, આટલી હતી બંને કારની સ્પીડ

બનાવટી ચલણી નોટોના રેકેટમાં સાબરમતી સેન્ટ્રલ જેલનું કનેક્શન સામે આવતા કાલુપુર પોલીસે નકલી નોટોની હેરાફેરી કરતા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવી ફરાર અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અને કોણ આ નકલી નોટોના રેકેટમાં સંડોવાયેલું છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે.