આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો પ્રારંભ, 11થી 14 જાન્યુઆરી સુધી આયોજન

અમદાવાદઃ આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો પ્રારંભ થયો છે. રિવરફ્રન્ટ પર CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. તિરંગાના રંગના બલૂન ઉડાવીને પતંગ ઉત્સવનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.
🪁 અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દેશવિદેશથી પધારેલા મહાનુભાવો અને પતંગપ્રેમી નાગરિકોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 નો શુભારંભ કરાવ્યો.
🪁 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયાસોથી ઉત્તરાયણની ઉજવણી આજે વિશ્વવ્યાપી બની છે અને આપણો પતંગ મહોત્સવ… pic.twitter.com/XwwwIWXRZ6
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 11, 2025
પતંગોત્સવ 11થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મંત્રી મુળુ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મેયર પ્રતિભા જૈન સહિતના AMCના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
🪁 ગુજરાતે હંમેશા તેની સંસ્કૃતિ અને સામર્થ્યની અનુભૂતિ લોકોને કરાવી છે, જેને પરિણામે દેશ- વિદેશના પ્રવાસીઓ આ ઉત્સવનો આનંદ માણવા ગુજરાત પધારે છે.
🪁 વિશ્વભરના પ્રવાસીઓના ગુજરાતમાં આગમનથી વડાપ્રધાનશ્રીના વોકલ ફોર લોકલ અભિયાનને પણ વેગ મળ્યો છે, સાથે જ હવે તો રાજ્યનો પતંગ ઉદ્યોગ રૂ.… pic.twitter.com/uEhd3sNfc1
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 11, 2025
આ પતંગોત્સવમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં ઋષિકુમારોએ આદિત્ય સ્તુતિ વંદના પાઠ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો ભાગ લેશે. ભારતના અન્ય 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લેશે. ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.