February 17, 2025

અમદાવાદમાં HMP વાયરસનો ત્રીજો કેસ, 9 મહિનાનું બાળક સંક્રમિત

અમદાવાદઃ શહેરમાં HMPVનો ત્રીજો કેસ નોંધાયો છે. 9 માસનું બાળક HMP વાયરસથી સંક્રમિત છે. વિહા ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

6 જાન્યુઆરીના રોજ બાળકને દાખલ કરવામાં આવ્યું હતું. 9 જાન્યુઆરીએ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહત્વનું છે કે, બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, તે છતાં બાળકને HMP પોઝિટિવ આવ્યો છે. બાળકને વધુ સારવાર માટે ચાઇડહુડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.