October 12, 2024

ગુજરાતમાં ફરીવાર યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ છેલ્લા ઘણાં સમયથી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, ‘આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’

આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ‘નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.’

તેઓ કહે છે કે, ‘આગામી 23 તારીખે બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનશે. સર્ક્યુલેશન બનવાને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સિઝનમાં સરેરાશ વરસાદની સરખામણીએ 43 ટકા વધુ વરસાદ નોંધાયો છે.’