હવસખોર પિતાએ દીકરી પર કુકર્મ કરતા પીડિતાએ આપ્યો દીકરીને જન્મ, નરાધમની પોલીસે કરી ધરપકડ

Ahmedabad Crime: અમદાવાદમાં કળિયુગની શર્મસાર કરતી ઘટના સામે આવી છે. હેવાન પિતાએ સગીર દીકરીને ધમકી આપીને દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીએ પિતાના સંતાનને જન્મ આપતા આરોપીની કરતૂતોનો ભાંડો ફૂટ્યો છે. દરિયાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી. આવો જાણીએ સમગ્ર મામલો.
દીકરીને જન્મ આપ્યો
આ આરોપીએ પોતાની 14 વર્ષની સગી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. દીકરી ગર્ભવતી થઈ અને તેને એક દીકરીને જન્મ આપતા પિતાનો ભાંડો ફૂટ્યો છે. આ ઘટના દરિયાપુર વિસ્તારની છે. પિતા અને દીકરીના પવિત્ર સંબધને લાંછન લગાવતી આ ઘટનાની વાત કરીએ તો આરોપી છેલ્લા એક વર્ષથી પોતાની 14 વર્ષની દીકરીનું શારીરિક શોષણ કરતો હતો..આ દીકરી પોતાના પરિવાર સાથે રાત્રે સૂતી હોય ત્યારે પિતા તેની નજીક જઈને શારીરિક અડપલાં કરતો હતો. દીકરીને ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચરતો હતો. પિતાની હેવાનીયતથી ડરી ગયેલી સગીરા કોઈને કહી શકતી ના હતી. દીકરીની લાચારીનું પિતા દરરોજ ફાયદો ઉઠાવીને દુષ્કર્મ આચરતો હતો. જેથી દીકરી ગર્ભવતી થઈ ગઈ. જ્યારે દીકરીને પેટમાં દુઃખવા લાગ્યું ત્યારે હોસ્પિટલમાં લઈ જતા તેને એક દીકરીને જન્મ આપ્યો. સગીરવયની દીકરીએ બાળકને જન્મ આપતા ડોક્ટરને શકા ગઈ અને પોલીસને જાણ કરી હતી..જેથી તપાસમાં હેવાન પિતાનો ભાંડો ફૂટી ગયો. દરિયાપુર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
દીકરી પર નજર બગડી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. દરિયાપુરમાં પોતાના 6 બાળકો અને પત્ની સાથે રહેતો હતો. 18 વર્ષનો લગ્નજીવન છે. આરોપી છૂટકમજૂરી કરે છે. આરોપી પિતાની પોતાની જ 14 વર્ષની સગી દીકરી પર નજર બગડી હતી. દીકરી સાથે શારીરિક ચેનચાળા શરૂ કર્યા હતા. પરંતુ દીકરી કઈ સમજે તે પહેલાં તો હેવાન પિતાએ તેને ડરાવીને બળાત્કાર ગુજાર્યો હતો. અવાર નવાર પિતાની અશ્લીલતાનો ભોગ બનતી રહી. સૌથી ગંભીર બાબત એ છે કે માતા પણ દીકરી સાથે થઈ રહેલી હેવાનીયતની સાક્ષી હતી. પરંતુ પતિના ડરથી ચૂપચાપ રહી અને દિકરીને ગર્ભપાતની દવા પણ આપી હતી. દરિયાપુર પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસોનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગટરમાં પડેલું બાળક સુરત તંત્રના પાપે જીંદગીની જંગ હાર્યું, 24 કલાક બાદ મૃતદેહ મળ્યો
વધુ પૂછપરછ શરૂ કરી
દરિયાપુર પોલીસે દુષ્કર્મ કેસમાં બાળક અને આરોપીનું DNA ટેસ્ટ કરાવીને સાયન્ટિફિક પુરાવા મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. આ આરોપીને ભોગ બનનાર ઉપરાંત 2 દીકરી છે. તેમની સાથે પણ આવું કોઈ કૃત્ય કર્યું છે કે નહીં..અને અન્ય કોઈ દીકરીઓને ભોગ બનાવી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.