અમદાવાદમાં કોલ્ડપ્લેની ટિકિટ કાળાબજારીમાં વેચતા 2 આરોપીની ધરપકડ

અમદાવાદઃ શહેરમાં 25 અને 26મી જાન્યુઆરીના દિવસે કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યુવા હૈયાઓમાં કોલ્ડપ્લેને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે. જે દિવસે ટિકિટ બુકિંગ ઓપન કરવામાં આવ્યું હતું. તે દિવસે માત્ર ગણતરીના કલાકોમાં જ તમામ ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ હતી.
ત્યારે હવે કોલ્ડપ્લેની ટિકિટ બ્લેકમાં વેચવા માટે લોકો કાળાબજારી કરી રહ્યા છે. ઝોન-2 એલસીબી સ્ક્વોર્ડે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ 12,500 રૂપિયાની ટિકિટ 20,000 રૂપિયામાં વેચતા ઝડપાયા હતા.
પોલીસે આ મામલે બંને આરોપીની ધરપકડ કરી આગળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી કોલ્ડપ્લેની 4 ટિકિટ પણ જપ્ત કરી છે.