CBSE ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 22 માર્ક્સના પ્રશ્નો કોર્ષ બહારના પૂછ્યાં!

CBSE બોર્ડના ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં છબરડો
અમદાવાદઃ હાલ CBSEમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષાના ગુજરાતી વિષયના એક્ઝામ પેપરમાં મોટો છબરડો જોવા મળ્યો છે. જેમાં કોર્ષ બહારના પ્રશ્નો પૂછવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, CBSEના ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ગુજરાતી વિષયના પેપરમાં કોર્ષ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કુલ 22 માર્ક્સના પ્રશ્નો કોર્ષ બહારના પૂછ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારની ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા.

ત્યારે આ મામલે ગુજરાતની CBSE શાળાઓએ CBSE બોર્ડમાં આ મામલે રિપોર્ટ કર્યો છે. આગામી સમયમાં આ મામલે CBSE બોર્ડ નિર્ણય લેશે.
