December 11, 2024

અમદાવાદના એલિસબ્રિજ પાસે એક્ટિવા સ્લિપ થતા મહિલા પોલીસકર્મીનું મોત

અમદાવાદઃ શહેરના એલિસબ્રિજ પાસે અકસ્માતમાં મહિલા પોલીસ કર્મચારીનું મોત નીપજ્યું છે. એક્ટિવ સ્લિપ થતાં મહિલા પોલીસ કર્મચારી રોડ પર પટકાયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, એલિસબ્રિજથી કલગી તરફ જતા રોડ પર જતી વેળા અકસ્માત થયો હતો. એક્ટિવા સ્લિપ થતા મહિલા પોલીસ કર્મચારી રોડ પર પટકાયા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ટૂંકી સારવાર બાદ મહિલા પોલીસ કર્મચારીનું મોત નીપજ્યું છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, મૃતક મહિલા પોલીસકર્મીનું નામ વૈશાલી સોલંકી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.