ખેડૂતોના વિરોધ વચ્ચે કૃષિ મંત્રી શિવરાજ સિંહનું મોટું નિવેદન

Shivraj Singh Chouhan: દિલ્હી બોર્ડર પર ખેડૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એક મોટું નિવેદન આપ્યું છે. શિવરાજ સિંહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર લઘુત્તમ ટેકાના ભાવે તમામ કૃષિ પેદાશોની ખરીદી કરશે.

આ પણ વાંચો:દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલનો મોટો આરોપ

ટેકાના ભાવે ખરીદી
શિવરાજ સિંહે એવા સમયે આ નિવેદન આપ્યું છે કે ખેડૂતો તેમની માંગણીઓને લઈને દિલ્હી કૂચ કરવાની યોજના બનાવી રહ્યા છે. ચૌહાણે ગૃહને કહ્યું, “હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે ખેડૂતોની તમામ ઉપજ લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે’હું તમારા દ્વારા ગૃહને ખાતરી આપવા માંગુ છું કે 2019થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર 50 ટકા નફો આપીને લઘુત્તમ ટેકાના ભાવની ગણતરી કરવાનો નિર્ણય કર્યો છે. શિવરાજ સિંહે એવું પણ કહ્યું કે સરકાર પહેલાથી જ ખેડૂતોને યોગ્ય ભાવ આપી રહી છે.