November 7, 2024

કાર ચાલુ કરતા પહેલા કરી લો મસ્ત કામ, એન્જિનની લાઈફ સો ટકા વધી જશે

Car Tips: ઘણા લોકોની ફરિયાદ છે કે તેમની કાર બહુ જૂની નથી થઈ, પરંતુ તેમાં અનેક પ્રકારની સમસ્યાઓ દેખાવા લાગી છે. વાસ્તવમાં, કારને લઈને ઘણી સાવચેતીઓ જરૂરી હોય છે, જેના વિશે ઘણા લોકો જાણતા નથી. તેઓથી આ વારંવાર ભૂલ થાય છે, જે થોડા સમય પછી કારને અસર કરે છે. આમાંથી એક એ છે કે તમે સવારે કાર સ્ટાર્ટ કરતાની સાથે જ તેને લઈને નીકળી પડો છો. આ સમય દરમિયાન, જો તમે કારને માત્ર 40 સેકન્ડ આપો છો, તો તેના એન્જિનની સમસ્યાઓ લગભગ 90 ટકા ઓછી થઈ શકે છે. એક વખત કાર ચાલું કર્યા બાદ સતત 40 સેકન્ડ સુધી એને ચાલું જ રહેવા દો પછી ક્લચ કે લીવર આપો.

લાંબાગાળે નુકસાન
કારને કોઈ જ પ્રકારના ગેરમાં નાખ્યા વગર માત્ર ચાલું કરી દેવાથી પણ ફાયદો થાય છે. એક વખત એન્જિન ગરમ થયા બાદ લાંબા સમય સુધી તે કામ આપે છે. આખી રાત કાર પાર્કિંગમાં પડી હોય તો કારનું ઓઈલ એક જગ્યા પર ભેગું થઈ જાય છે.જ્યારે પણ કાર સ્ટાર્ટ થાય છે ત્યારે કારમાં પહેલા એ ઓઈલિંગ થાય છે. આવું કરવાથી ઓઈલ દરેક પાર્ટ સુધી પહોંચી જાય છે. જે એન્જિનને થતું નુકસાન અટકાવે છે. ઓઈલિંગ પ્રોપર ન થાય તો પાર્ટ ઘસાતા વાર નથી લાગતી. જે એન્જિનની લાઈફ ઓછી કરી નાંખે છે. પર્ફોમન્સ પણ લાંબેગાળે બગડે છે. માઈલેજ પર અસર થાય છે.

આ પણ વાંચો: MG Windsor EV: ફીચર્સ અને સ્પેસ મન મોહી લેશે, નામ પાછળ પણ એક સ્ટોરી

સમજી લો આ મહત્ત્વની ટિપ્સ
કારનું એન્જિન યોગ્ય રીતે લ્યુબ્રિકેટેડ છે કે નહીં. તમને આ માહિતી RPM મીટર પર મળશે. જ્યારે તમે કાર ચાલુ કરો છો, ત્યારે RPM મીટરની સોય લગભગ 1000 RPM રહે છે. આ સમયે તમારે કારને ગિયરમાં રાખવાની જરૂર નથી. કાર સ્ટાર્ટ કર્યા પછી, તમારે RPM 1000 થી નીચે આવવાની રાહ જોવી પડશે. થોડીક સેકન્ડોમાં વાહનની RPM 700-800 ની વચ્ચે આવી જશે. આ પછી તમે કારને ગિયરમાં મૂકી શકો છો અને ડ્રાઇવિંગ શરૂ કરી શકો છો. જો તમારી કાર પાર્કિંગમાં લાંબા સમયથી પાર્ક કરેલી છે તો તમે તેને ચલાવવાના છો. આ સ્થિતિમાં, તમારે એન્જિન લ્યુબ્રિકેશનના આ નિયમનું પાલન કરવું આવશ્યક છે. આના કારણે એન્જિનનું લ્યુબ્રિકેશન બરાબર રહે છે અને તેના પાર્ટ્સને પણ નુકસાન થતું નથી.