November 3, 2024

અમદાવાદ: તંત્ર એક્શન મોડમાં, અર્બન ચોક, ક્રશ કાફે અને Tea પોસ્ટને કર્યું સીલ

Ahmedabad: રાજકોટ ગેમ ઝોનમાં આગ બાદ રાજ્યભરમાં મનપાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આ વચ્ચે હવે સિંધુ ભવન રોડ પર મનપાએ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે વિકેન્ડમાં જ્યાં ભીડ ઉમટતી હતી એ અર્બન ચોકને સીલ કરવામાં આવ્યું છે. આ સિવાય Tea પોસ્ટ BU પરમિશન અને ફાયર NOC વિના ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર રાજકોટ આગ કાંડ અમદાવાદમાં તંત્ર દોડતું થયું છે. ગઇકાલે મોડી રાતે મનપાએ કાર્યવાહી હાથ ધરી હતી. સિંધુ ભવન રોડ પર મનપાની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે વિકેન્ડમાં જ્યાં ભીડ ઉમટતી હતી એ અર્બન ચોકને સીલ કરવામાં આવ્યું છે. આ સિવાય ટી પોસ્ટ અને ક્રશ કાફેને પણ સીલ કરવામાં આવ્યું છે. તેમજ Tea પોસ્ટ BU પરમિશન અને ફાયર NOC વિના ચાલતું હોવાનું વર્ષો બાદ મનપાને જ્ઞાન થયું છે. વધુમાં મંજૂરી વિના બાંધકામ કરી દેવાતા અર્બન ચોકને સીલ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં ખુલાસો, મનસુખ સાગઠીયા ભાઈઓના નામે ખરીદતો મિલકત

ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાયરવિભાગ દ્રારા ગેમઝોનમાં તપાસ હાથધરવામાં આવી હતી. બે દિવસ અગાઉ અમદાવાદના શિલજ ખાતે આવેલા 4 ગેમઝોનને તંત્રએ સિલ મારી દીધા હતા. 2 ગેમઝોનમાં બિયુ પરમિશન ન હતી,તો 2 ગેમ ઝો પાસે એનઓસી ન હોવાથી તંત્રએ કાર્યવાહી કરી હતી.