જાન્યુઆરીમાં પહલગામ પછી પાકિસ્તાન અને ફેબ્રુઆરીમાં આતંકવાદી હુમલો… YouTuber જ્યોતિ મલ્હોત્રા પર મોટો ખુલાસો

YouTuber Jyoti Malhotra: હરિયાણા સ્થિત યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં પંજાબ અને હરિયાણાના મલેરકોટલામાંથી કુલ 6 પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. હવે આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે.
View this post on Instagram
જ્યોતિ મલ્હોત્રાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સર્ચ કર્યા બાદ ખબર પડી કે યુટ્યુબર પહેલગામ આતંકી હુમલાના એક મહિના પહેલા શ્રીનગરની ટ્રિપ પર ગઇ હતી. આ સમય દરમિયાન જ્યોતિ પહેલગામ પણ ગઈ. એવો આરોપ છે કે જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા દાનિશ નામના અધિકારીના સંપર્કમાં હતી. આ જ અધિકારીએ જ્યોતિને પણ પાકિસ્તાન મોકલી હતી.