દિલ્હી બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ કમળ ખીલશે: ગૃહમંત્રી અમિત શાહ

Amit Shah Lok Sabha: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં દિલ્હીમાં ભાજપના વધતા પ્રભાવ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હીમાં પણ કમળ ખીલ્યું છે. દિલ્હી તો બચી ગયું, પણ હવે આયુષ્માન ભારત દિલ્હીમાં પણ આવી ગયું છે. વધુમાં તેમણે પશ્ચિમ બંગાળ તરફ ઈશારો કર્યો અને કહ્યું કે હવે ફક્ત પશ્ચિમ બંગાળ બાકી છે અને ચૂંટણી પછી ત્યાં પણ કમળ ખીલશે અને આયુષ્માન ભારત પશ્ચિમ બંગાળમાં પણ આવશે.
#WATCH | In Lok Sabha, Union HM Amit Shah says "…Lotus has bloomed in Delhi as well. Delhi was left out but now Ayushman Bharat is in Delhi as well. Only West Bengal is left, after elections lotus will bloom there as well and Ayushman Bharat will come to West Bengal too…" pic.twitter.com/gm72ulQkJV
— ANI (@ANI) March 26, 2025
અમિત શાહે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ પર પણ વાત કરી
દિલ્હી અને પશ્ચિમ બંગાળ પર બોલ્યા બાદ, અમિક શાહે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025 પર પોતાનું નિવેદન આપ્યું. લોકસભામાં આ વિષય પર ચર્ચા કરતી વખતે તેમણે કહ્યું કે સહકારનું ક્ષેત્ર દેશના દરેક પરિવારને જોડે છે. તેમણે કહ્યું કે દરેક ગામમાં કોઈને કોઈ સહકારી સંસ્થા હોય છે, જે કૃષિ, ગ્રામીણ વિકાસ અને સ્વરોજગાર સાથે સંબંધિત છે અને દેશની પ્રગતિમાં ફાળો આપે છે.
The "Tribhuvan" Sahkari University Bill, 2025, will strengthen cooperative principles, broaden cooperative activities, provide cooperatives with access to new technology and research, and promote innovation
-Union Minister @AmitShah#TribhuvanSahkariUniversity #SahkarSeSamriddh pic.twitter.com/uVFizYSQGx
— PIB India (@PIB_India) March 26, 2025
ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ શું છે?
નોંધનીય છે કે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025 એક પ્રસ્તાવિત બિલ છે, જે 3 ફેબ્રુઆરી, 2025ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલનો ઉદ્દેશ્ય ભારતમાં સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવાનો છે. આ ઉપરાંત, આ યુનિવર્સિટીનો ઉદ્દેશ્ય સહકારના સિદ્ધાંતો પર આધારિત શિક્ષણ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. પસાર થયેલા બિલ મુજબ, આ યુનિવર્સિટી ગ્રામીણ વિકાસ, કૃષિ, સ્વરોજગાર, નાના ઉદ્યોગસાહસિકતા અને સામાજિક સમાવેશના ક્ષેત્રમાં શિક્ષણ અને તાલીમ પૂરી પાડશે.