March 15, 2025

છેલ્લા 10 વર્ષમાં BJPની આવકમાં 350 ટકા તો કોંગ્રેસની આવકમાં 60 ટકાનો વધારો

અમદાવાદઃ છેલ્લા 10 વર્ષમાં રાજકીય પક્ષોની આવકમાં સતત વધારો જોવા મળ્યો છે. જેમાં મુખ્ય પક્ષ કહી શકાય તેવા ભાજપની આવક 350 ટકા વધી છે. જ્યારે કોંગ્રેસની આવક 60 ટકા વધી છે.

રાષ્ટ્રીય પક્ષોની 1 વર્ષમાં 5800 કરોડ રૂપિયા આવક થઈ છે. રૂપિયા 5800 કરોડની આવકમાં 75% હિસ્સો ભાજપનો છે. કોંગ્રેસનો 21% હિસ્સો તો બાકીનો અન્ય પક્ષોનો છે. વર્ષ 2023-24માં બીજેપીની 4340 કરોડ આવક હતી. તો 2023-24 કોંગ્રેસની આવક 1225 કરોડ રૂપિયા હતી. વર્ષ 2014-15માં બીજેપીની 970 કરોડ રૂપિયા આવક હતી, તો કોંગ્રેસની 765 કરોડ આવક હતી.

બીજેપીએ એક વર્ષની આવકના 51 ટકા રૂપિયાનો ખર્ચ કર્યો છે. જ્યારે કોંગ્રેસે એક વર્ષની આવકના 84 ટકા રૂપિયા વાપર્યા છે. બીજેપીએ 2212 કરોડ અને કોંગ્રેસે 1020 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ રિપોર્ટ ADR દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.