October 11, 2024

તમારા ડાયટ પ્લાનમાં એડ કરો આ પનીર સલાડ

ઘણા લોકો વજન વધારાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આથી તેઓ અનેક વસ્તુઓ ખાવાનું છોડી દે છે. તેમાં પનીરનો પણ સમાવેશ થાય છે, પરંતુ વાસ્તવમાં શાકાહારી લોકો માટે પનીર ખુબ જ ફાયદાકારક છે. તો આજે આપણે પનીરની ખાસ સલાડ બનાવવા જઈ રહ્યા છીએ. જે ખાવામાં ખુબ જ ટેસ્ટી અને હેલ્દી રહે છે. સલાડમાં પનીરની સાથે અમે કાકડીનો ઉપયોગ કરી રહ્યા છીએ.

  • સામગ્રી
    – 2 કપ પનીર ક્યુબ્સ
    – 1 કપ સમારેલી કાકડી
    – 1/4 ચમચી કાળા મરીનો પાવડર
    – 1/2 ચમચી કાળું મીઠું
    – 1/4 ચમચી ચાટ મસાલો
    – 1 ચમચી લીંબુનો રસ
    – જરૂર મુજબ લીલી ડુંગળી
  • રીત
    – સૌથી પહેલા એક વાસણમાં પનીર અને કાકડી નાખો.
    – તેમાં કાળા મરીનો પાવડર, કાળું મીઠું અને ચાટ મસાલો નાખીને મિક્સ કરો.
    – તૈયાર છે પનીર-કાકડીનું સલાડ. લીંબુનો રસ અને લીલી ડુંગળી નાખી સર્વ કરો.