સુરતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત, પોતાની જ દીકરી પર દુષ્કર્મનો હતો આરોપ

સુરત: સુરતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત થયું છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનું મોત થયું હતું. લોકઅપમાં યુવકનો મૃતદેહ બારી સાથે શર્ટથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

મૃતક દુષ્કર્મના ગુનામાં પકડાયો હતો. આરોપી સામે પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ હતો. દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વરાછા પોલીસે બોડીને સ્મીમેર ખાતે મોકલી આપી હતી.