November 5, 2024

હવામાન વિભાગની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ

અમદાવાદ: અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને ઘણા જિલ્લાઓમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે. વિરામ બાદ છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે ફરી એકવાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગ દ્વારા કરવામાં આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: કોલકાતા દુષ્કર્મ કેસ મામલે મોહન ભાગવતનો મમતાને કટાક્ષ, કર્યો રામાયણ-મહાભારતનો ઉલ્લેખ

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે દશેરાના દિવસે 12મી તારીખે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાય 13મી તારીખે રવિવારે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ અને ખેડામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.