અબુધાબીમાં બનેલા રેકોર્ડને લઈને બ્રહ્મવિહારીદાસ સ્વામીએ શું કહ્યું?
અબુ ધાબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિરના દરવાજા હજૂ ભક્તો માટે ખોલવામાં આવ્યા ના હતા. ત્યારે હવે ગઈ કાલે સામાન્ય લોકો માટે આ દરવાજાઓને ખોલવામાં આવ્યા છે. જેના કારણે ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. દર્શન કરવા માટે 65 હજારથી પણ વધારે લોકોએ દર્શન કર્યા હતા.
શાંતિપૂર્વક દર્શન કર્યા
અબુ ધાબીમાં ગઈ કાલે હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા. જેમાંથી એક ભક્તે કહ્યું કે મને ચિંતા હતી કે મારે કલાકો સુધી રાહ જોવી પડશે પરંતુ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે કે શાંતિથી દર્શન થઈ શકે છે. એક વિકલાંગ ભક્તએ કહ્યું કે હું વિકલાંગ છું અને હજારો મુલાકાતીઓ હોવા છતાં મને કોઈ તકલીફ થઈ નથી અને મારી ખાસ કાળજી રાખવામાં આવી હતી. મને ડર હતો કે આટલી ભીડમાં કેવી રીતે દર્શન કરીશ.પરંતુ શાંતિ રીતે દર્શન થયા.
ભક્તો માટે ખુલશે
ગઈ કાલે ભક્તો માટે આ મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ સમયે સાધુ બ્રહ્મવિહારીદાસે કહ્યું કે અમે નવી બસ સેવાઓ અને આ દિવસને વાસ્તવિક બનાવવા માટે UAEના નેતાઓ અને સ્થાનિક સત્તાવાળાઓના ખૂબ જ આભારી છીએ.” હું યાત્રાળુઓનો પણ આભાર માનું છું. તેમણે ભક્તોનો આભાર માનતા કહ્યું કે આટલી ધીરજ અને સમજદારી દાખવી તે ખુબ મોટી વાત કહી શકાય.
અબુ ધાબી અક્ષરધામમાં ‘સર્વધર્મ સમભાવ’ની ભાવના
– જમીનનું દાન કોણે કર્યું – મુસ્લિમ
– જમીનનું આર્કિટેક્ચર – ક્રિશ્ચિયન
– પ્રોજેક્ટ મેનેજર – શીખ
– સ્ટ્રક્ચર એન્જિનિયર – બૌદ્ધ
– કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર – પારસી (જોરોથ્રિસ્ટ)
– ડિરેક્ટર – જૈન
– ચીફ કન્સલટન્ટ – એથિસ્ટ
– ક્રિએટર – હિંદુ