December 3, 2024

AAPના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ED દ્વારા ધરપકડ

ED Raid On AAP MLA: આમ આદમી પાર્ટીના દિલ્હીની ઓખલા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે સોમવારે સવારે EDની ટીમ પહોંચી હતી. AAP ધારાસભ્યએ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર EDની રેડને લઈને માહિતી આપી હતી.

માહિતી મળી રહી છે કે EDની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ અમાનતુલ્લાહની ધરપકડ કરી છે. સર્ચ ઓપરેશન બાદ ED ધારાસભ્યને પોતાની સાથે લઈ ગઈ હતી. છે. AAP પાર્ટીનો દાવો છે કે અમાનતુલ્લાની અટકાયત કરવામાં આવી છે. તેમણે પોતાની ધરપકડને લઈને X પર પહેલા જ એક પોસ્ટ શેર કરી હતી.

દિલ્હીમાં વધારી દેવામાં આવી સુરક્ષા વ્યવસ્થા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે AAP ધારાસભ્યની ધરપકડ કરી લીધી છે. EDની ટીમ ધારાસભ્યને પોતાની સાથે લઈને ઓફિસ પહોંચી ગઈ છે. દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ED ઓફિસની આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.

EDની કાર્યવાહીને લઈને ધારાસભ્યનું નિવેદન
AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને X પર પોસ્ટ કરતાં નિવેદન આપ્યું છે કે EDના લોકો સર્ચ વોરંટના નામે મારી ધરપકડ કરવા મારા નિવાસસ્થાને આવ્યા છે. સર્ચ વોરંટના નામે તેમનો ઉદ્દેશ્ય માત્ર મારી ધરપકડ કરવાનો છે. માત્ર મને જ નહીં મારી આખી પાર્ટીને હેરાન કરવામાં આવી રહી છે. તેમનો હેતુ ના માત્ર મને પરંતુ મારી પાર્ટીને તોડવાનો છે.

તેમણે વધુમાં કહ્યું કે હું વચન આપું છું કે જે પણ કામ અધૂરું હશે તે મારી ટીમ અને મારી સરકાર કરશે. મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે કોર્ટમાંથી અમને પહેલા ન્યાય મળ્યો છે, તે જ રીતે અમને ફરીથી ન્યાય મળશે. તેમણે વધુમાં કહ્યું કે આ કેસ 2016થી ચાલી રહ્યો છે. જેમાં CBIએ પોતે કહ્યું છે કે કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કે વ્યવહાર થયો નથી. હું તમને ખાતરી આપું છું કે મેં એવું કંઈ કર્યું નથી જેનાથી મને શરમ આવે.