December 11, 2024

વડોદરા પૂરની સ્થિતિને લઈ મહિલાનો વીડિયો વાયરલ, કહ્યું- ભાજપનું નામ લેતા જ લોકો મારવા દોડે છે

વડોદરા: વડોદરામાં પડેલા ધોધમાર વરસાદે આખ શહેર બાનમાં લીધુ અને પૂરની સ્થિતિમાં જનતા નિરાધાર બની ગઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જે બાદ કેટલાક નેતાઓ જાહેર જનતાની મદદે પહોંચ્યા હતા, જેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ વડોદરામાં આવેલા પૂરનો મુદ્દો રાજકીય રંગમાં પણ રંગાયોછે. કોગ્રેસ અને ભાજપ બંને આ પૂરની સ્થિતિનો ટોપલો એક-બીજા પર ઠાલવી રહ્યા છે પરંતુ હવે વડોદરા શહેરમાં ભાજપ માટે એક સાંધેને તેર તુંટે જેવો ઘાટ થઇ રહ્યો છે.

વડોદરામાં પૂરની સ્થિતિમાંથી પ્રજા હજી બહાર નથી આવી ત્યારે નેતાઓ દોષનો ટોપલો એક બીજાના માથે નાખી રહ્યાં છે. તેવામાં એક મહિલાનો સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના નામજોગ એક વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. જોકે આ મહિલા ભારતીબેન હોવાનું જાણવા મળી રહ્યું છે, જેઓને થોડા સમય પૂર્વે જિલ્લા ભાજપમાંથી પાર્ટીએ પદ મુક્ત કરતા તેમણે પોતાનો બાળપો કાઢ્યો હોવાની ચર્ચા છે.

આ વીડિયોમાં ભારતીબેન કહી રહ્યા છે કે, કેયુરભાઇ રોકડિયા મારે તમને પુછવું છે કે,‘તમે આ 1972,73,76,77 આ બધી શું વાતો કરો છો તમે, 30 વર્ષથી વડોદરાની પ્રજાએ હમેશા ને હમેશા બીજેપીને મત આપ્યો છે. બીજેપીની સરકાર અહીંયા રચાઇ છે. કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય જે બધા ભાજપના છે. ગુજરાતમાં 30 વર્ષથી બીજેપીની સરકાર છે. તો ત્રીસ વર્ષમાં બીજેપીની સરકારે શું કર્યું? કેમ વિશ્વામિત્રી ઉપર ખોટા બાંધકામો થયા અને થયા તો તેને તોડ્યા નહીં, રોક્યા નહીં..? હવે આ બધી ફલાણા ઢીંમકાણા વાતો બંધ કરી દો, હવે ભાજપના કાર્યકર કહેવડાવવામાં પણ શરમ આવે છે. લોકો મારવા દોડે છે અને ગાળો આપે છે’,