October 11, 2024

ગોંડલના વિદ્યાર્થીએ JEE મેઈન્સની પરીક્ષામાં સમગ્ર ભારતમાં દ્વિતીય સ્થાન મેળવ્યું

JEE - NEWSCAPITAL

ગોંડલ : JEE મેઈન્સની પરીક્ષામાં ગોંડલના વિદ્યાર્થીએ સમગ્ર ભારતમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. ટંડેલ દર્શને 99.98 પીઆર સાથે સમગ્ર ભારતમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. જ્યારે ગણિત વિષયમાં 100 પીઆર મેળવીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ગોંડલનું JEE મેઈન્સનું ઝળહળતું પરિણામ આવ્યું છે. ગોંડલ કેન્દ્રમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરી વિદ્યામંદિરનું નામ પણ દર્શન ટંડેલે રોષન કર્યું છે.

ગોંડલ કેન્દ્રમાં ટોપ ટેનમાં
આ પરિક્ષમાં કુલ 11.70 લાખ ઉમેદવરોએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 23 ઉમેદવારોએ 100 પીઆર મેળવ્યા છે. જેમાં સૌથી વધુ ઉમેદવાર તેલંગાણાના છે જ્યારે બે હરિયાણાના, તો આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હીના બે, જ્યારે ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુથી એક એક ઉમેદવારો છે, જેમને 100 પીઆર મેળવ્યા છે. ગોંડલના દર્શન ટંડેલે 99.98 પીઆર મેળવીની સમગ્ર ભારતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે જ ગોંડલ કેન્દ્રમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરી વિદ્યામંદિરનું નામ રોશન કર્યું છે.