અસામાન્ય કામ કરવું મોદીજીના લોહીમાં છે, ઘરે મગર લઈને આવ્યા હતા
PM Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીને આજે દેશની સાથે દુનિયા પણ ઓળખે છે. મોદી બાળપણમાં પણ તોફાની હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014થી એક મજબૂત વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમની ફેન ફોંલોઈગ પણ ખૂબ વધારે છે. તેમણે દેશ અને દુનિયામાં બતાવ્યું છે કે તેઓ કેટલા મજબૂત છે. તેઓ તેમના ભાષણમાં ઘણી વખત કહેતા જોવા મળે છે કે ટીકા તેમને વધુ સારું કરવા માટે પ્રેરિત કરે છે. આવો વડાપ્રધાનના જન્મદિવસ પર તેમની કેટલીક વાતો વિશે.
મોદી બાળપણથી જ વક્તૃત્વમાં પારંગત
નરેન્દ્રનું શાળાકીય શિક્ષણ બદનકરમાં જ થયું હતું. તેમની વાણીમાં પહેલીથી જ પ્રભાવ જોવા મળતો હતો. હાલ તેઓ ભાષણ કરે છે તો તે દરેક વર્ગને આકર્ષે છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા વિષયો પર સારી જાણકારી ધરાવે છે.
આ પણ વાચો: કર્તવ્ય પથ પર ભારતે બતાવી તાકાત, રશિયાએ કહ્યું આપણી મિત્રતા ‘અખંડ’
મોદીએ મગર પકડ્યો
નરેન્દ્ર મોદીના બાળપણની આ વાત મોટા ભાગના લોકો નહીં જાણતા હોય. બાળપણના મિત્ર સાથે શર્મિષ્ઠા સરોવર તેઓ ગયા હતા. ત્યાં તેમણે મગરના બચ્ચાને પકડ્યો હતો. હીરા બાએ તેમને સમજાવ્યું કે બાળકને માતાથી અલગ કરવું કેટલું ખરાબ છે. આ પછી મોદીએ મગરને તળાવમાં છોડી દીધું હતું.
પીએમ મોદી બાળપણમાં સાધુ બનવા માંગતા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળપણથી જ સાધુ બનવા માંગતા હતા. તમે મોદીના જૂના ફોટા જોશો તો ખબર પડશે કે તેમને સાધુ જીવન અને તપસ્વીતાનો ઘણો શોખ હતો.
આ પણ વાચો: માલદીવના રાષ્ટ્રપતિનો સૂર બદલાયો, વડાપ્રધાન મોદીના કર્યા ભારે વખાણ
પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે દયા
નરેન્દ્ર મોદી બાળપણથી જ પશુ-પક્ષીઓને ખૂબ પ્રેમ કરતા હ નરેન્દ્ર પોલ પર ચડીને ફસાયેલા પક્ષીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમણે નરેન્દ્રના આ કાર્યની પ્રશંસા કરી હતી. ‘કોમનમેન નરેન્દ્ર મોદી’માં એક ટુચકો લખવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે શિક્ષકને જ્યારે જોયું કે મોદી પોલ પર ચઢી રહ્યા છે ત્યારે તેમને ખૂબ ગુસ્સો આવ્યો હતો પરંતુ નરેન્દ્ર પોલ પર ચડીને ફસાયેલા પક્ષીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમણે નરેન્દ્રના આ કાર્યની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન બનશે
રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ પહેલા જ નરેન્દ્ર મોદી વડાપ્રધાન એક સમયે બનશે તેની ભવિષ્યવાણી કરી હતી. આખરે તે સાચી પણ પડી છે. ઉદ્યોગપતિ પુત્ર અનિલ અંબાણીએ આ વિશે જણાવ્યું હતું. આ કિસ્સો શેર કરતી વખતે તેણે લખ્યું કે “હું 1990ના દાયકામાં નરેન્દ્ર મોદીને પહેલીવાર મળ્યો હતો. ત્યારે મારા પિતા ધીરુભાઈ અંબાણીએ તેમને ઘરે જમવા માટે બોલાવ્યા હતા. વાત થયા પછી પપ્પાએ કહ્યું હતું કે આ લાંબી રેસનો ઘોડો છે વડાપ્રધાન બનશે.