November 24, 2024

વિશ્વનો પહેલો ટ્રાઇ ફોલ્ડિંગ ફોન; જાણો વિશેષતા, કિંમત અને રિવ્યૂ

First Tri-Folding Phone: ટૂંક સમયમાં જ શાનદાર ફીચર્સ સાથેનો વિશ્વનો પહેલો ટ્રાઇ-ફોલ્ડિંગ ફોન ભારતમાં લોન્ચ થશે. ચીનની સ્માર્ટફોન કંપનીએ દુનિયાનો પહેલો ટ્રાઈ-ફોલ્ડ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન ત્રણ વખત ફોલ્ડ થાય છે અને ટેબ્લેટ જેવો દેખાય છે. ઉલ્લેખનીય છે કે, Huaweiએ મજબૂત ફીચર્સ સાથે Huawei Mate XT ફોન લોન્ચ કર્યો છે. તો ચાલો, Huawei Mate XTની વિશેષતાઓ, કિંમત અને રિવ્યૂ વિશે વિગતવાર જાણીએ.

Huawei Mate XTના ફીચર્સ, કિંમત અને રિવ્યૂ વિશે વાત કરીએ તો, આ ફોન ઘણાં મજબૂત ફીચર્સ સાથે આવી રહ્યો છે. Huawei Mate XT ફોન ત્રણ વખત ફોલ્ડ થાય છે અને તેનાથી તે ફોનમાંથી ટેબલેટ બની જાય છે. આ ફોનમાં 6.4 ઇંચની OLED ડિસ્પ્લે છે. જો તમે તેની ડિસ્પ્લેને એકવાર ખોલો છો, તો તેની સ્ક્રીન સાઈઝ 7.9 ઈંચ થઈ જાય છે અને પછી જ્યારે બીજી વખત ફોલ્ડ કરવામાં આવે છે, તો આ ફોનની સ્ક્રિન સાઈઝ 10.2 ઈંચ થઈ જાય છે. કિરીન 9 ચિપસેટ પ્રોસેસર અને પરફોર્મન્સ માટે આપવામાં આવ્યું છે. આ ફોન 16GB રેમ સાથે 256GB, 512GB અને 1TB સ્ટોરેજ વિકલ્પો સાથે અવેલેબલ છે.

સોફ્ટવેર અને ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં EMUI 13 ઓપરેટિંગ સિસ્ટમ છે, જે એન્ડ્રોઇડ ઓએસ પર આધારિત છે. જો કે, આ ફોનમાં Google સેવાઓ સપોર્ટેડ નથી, તેની પોતાની એપ્સ અને સેવાઓ છે.

Huawei Mate XT પાસે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે 50MPનો મુખ્ય કેમેરો છે. આ ફોનમાં 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 12MP ટેલિફોટો કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MP ફ્રન્ટ કેમેરા છે. બેટરી અને ચાર્જિંગ માટે આ ફોનમાં 66W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે મોટી 5600mAh બેટરી છે. આ ફોનના અન્ય સ્પેસિફિકેશન અને ફીચર્સ પણ ઘણાં સારા છે.

Huawei Mate XTની કિંમત અને ઉપલબ્ધતા વિશે વાત કરીએ તો, તેની પ્રારંભિક કિંમત 19,999 CNY (લગભગ $2,810) છે. ભારતીય રૂપિયાના હિસાબે તેની કિંમત 2.35 લાખ કરતાં વધુ હશે. હાલમાં આ ફોન માત્ર ચીનમાં ઉપલબ્ધ છે પરંતુ ટૂંક સમયમાં અન્ય માર્કેટમાં પણ લોન્ચ કરવામાં આવશે.