એમપી સરકારે હોકી ટીમના સભ્ય વિવેક માટે કરી આ જાહેરાત
Hockey Team India: પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતનારી હોકી ટીમના ફેડરેશને દરેક ખેલાડીને 15 લાખ રૂપિયાનું રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ સિવાય સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 7.5 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમ માટે આ સતત બીજો ઓલિમ્પિક મેડલ હતો.
હોકી ઈન્ડિયાના નિવેદનમાં આ વાત
હોકી ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું, ‘હોકી ઈન્ડિયાને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે પેરિસ ઓલિમ્પિક 2024માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે, ભારતીય પુરુષ હોકી ટીમના દરેક ખેલાડીને 15 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને રૂપિયા 7.5 લાખનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ સિવાય પંજાબ સરકાર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પણ ઈનામની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: મોહમ્મદ શમીની વાપસીને લઈને મોટું અપડેટ
મહત્વપૂર્ણ યોગદાન આપ્યું
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હવે વિવેક સાગરને MP સરકાર એક કરોડનું ઈનામ આપશે. મધ્યપ્રદેશનો વિવેક સાગર પણ દેશની ઓલિમ્પિક ટીમનો ભાગ છે. મોહન યાદને શુક્રવારે વિવેક સાગર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. જેમાં વિવેક સાગરે કહ્યું કે તમે મધ્યપ્રદેશને ગૌરવ અપાવ્યું છે, અમને તમારા પર ગર્વ છે. તેમણે કહ્યું કે તમે અમારા ડીએસપી છો. સરકાર દ્વારા તમારા ખાતામાં 1 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.
ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ
પંજાબ સરકાર પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યા બાદ ખેલાડીઓને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા પર આ વિશે જાહેરાત કરી છે. બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમમાં સામેલ તમામ ખેલાડીઓને પંજાબ સરકાર દ્વારા પ્રત્યેકને 1 કરોડ રૂપિયાની રકમ આપશે. પંજાબ સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત હોકી ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.