December 23, 2024

જયા બચ્ચન અને પાપારાઝી વચ્ચે મિલીભગત ? નીતુ કપૂરે ખુલાસો કરતા આ શું કહી દીધું ?

Jaya Bachchan - NEWSCAPITAL

જયા બચ્ચન અને પાપારાઝી વચ્ચે અવારનવરા વીડિયો વાયરલ થતા રહે છે તો ઘણી વખત જયા બચ્ચન પાપારાઝી પર ગુસ્સે થતા હોય છે. એવા બહુ ઓછા પ્રસંગો હશે જ્યારે જયાએ પેપ્સ પર પોતાનો ગુસ્સો ન બતાવ્યો હોય. પરંતુ હવે અભિનેત્રી નીતુ કપૂર કંઇક એવી વાત કહી દીધી છે જે જાણીને તમે પણ વિચારતા થઇ જશો. અભિનેત્રી નીતુ કપૂરે કોફી વિથ કરણમાં એવું કહ્યું  કે  લાગે છે કે જયા આ જાણી જોઈને કરે છે. હકીકતમાં, પાપારાઝી પણ તેમના આવા વલણને પસંદ કરે છે. ચાલો જાણીએ આ વિશે અભિનેત્રીએ શું કહ્યું.

નીતુ કપૂર ટૂંક સમયમાં કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 8’માં જોવા મળશે. અહીં તે તેના અંગત જીવનના રહસ્યો તેમજ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી જાણીતી હસ્તીઓના રહસ્યો જાહેર કરતી જોવા મળશે.

આ પણ વાંચો : સારા તેંદુલકરે જ્હાન્વીના બોયફ્રેન્ડ સાથે કરી પાર્ટી…તો ગુસ્સાથી લાલ થઇ અભિનેત્રી, ઉઠાવી લીધું આ પગલું 

‘જયાજી આ જાણી જોઈને કરે છે’

તમને જણાવી દઇએ કે અભિનેત્રી નીતુ કપૂર અને જીન્નત અમાન કરણ જોહરના શો કોફી વિથ કરણમાં હાજરી આપી હતી. જેમા  જયા બચ્ચન અને પાપારાઝી વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી, આ અંગે વાત કરતા નીતુ કપૂરે કરણ જોહરને કહ્યું, ‘મને લાગે છે કે જયા જી જાણી જોઈને આવું કરે છે, આવું એકવાર થયું હતું, તેથી તે કરે છે. જયા બચ્ચન આવા બિલકુલ પણ નથી.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

કરણે કહ્યું- જયા ખૂબ જ સુંદર છે

કોફી વિથ કરણના શોમાં નીતુ કપૂરની આ વાત સાંભળીને કરણ જોહર પણ રાજી થઈ ગયો અને કહ્યું કે , ‘બિલકુલ નહીં.’ તેણી ખૂબ જ પ્રેમાળ છે. જ્યારે તે આવે છે અને કહે છે કે બસ બહું થયું. ત્યારે તેઓ (પાપારાઝી) તેમનાથી ડરતા હોય છે. મને લાગે છે કે તેમણે હવે આ વાતની મજા લેવાની શરૂ કરી છે.

‘બંને વચ્ચે મિલીભગત છે’

આ અંગે આગળ વાત કરતા અભિનેત્રી નીતુ કપૂરે  કહ્યું કે’તે પણ એન્જોય કરે છે, એ લોકો પણ ખુશ છે. મને લાગે છે કે આ કોઈ મિલીભગત છે. ઉલ્લેખનીય છે કે જયા બચ્ચનના અનેક વખત પાપારાઝી પર ગુસ્સે થતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે અને જેને લઇને અભિનેત્રીને યૂઝર્સ ટ્રોલ પણ કરતા હોય છે.