December 14, 2024

આનંદ નિકેતન ગ્રૂપ ઓફ સ્કૂલ સંચાલિત નિર્મલા નિકેતન નામનું કૌશલ્ય વિકાસ કેન્દ્ર શરૂ

બ્યુટિશિયન છોકરીઓની બેચ

અમદાવાદ: આનંદ નિકેતન ગ્રૂપ ઓફ સ્કૂલ સંચાલિત વેજલપુરમાં નિર્મલા નિકેતન નામનું કૌશલ્ય વિકાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ટેલરિંગ, નર્સિંગ, બ્યુટિશિયન, સોલર ટેકનિશિયન જેવા વિવિધ પ્રકારના વર્ગો ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમોનો હેતું તેમને સમર્થન આપવા માટે શરૂ કર્યાં છે જેથી તેઓ શીખી શકે અને કમાણી શરૂ કરી શકે.

હકિકતે, સિલાય મસીનનું (Tailoring)નું કામ શીખતી છોકરીઓની પ્રથમ બેચે પહેલેથી જ કામ કરવાનું શરૂ કરી ચુકી છે અને પોતાની મેળે કમાણી કરી રહી છે.  વધુમાં કલાવતી દેવી શાળા નામની શાળા પણ છે જ્યાં આ શાળા પાસે 600 વિદ્યાર્થીઓ છે અને તેમના રોજગાર પણ આપવામાં આવે છે.

અહીં બ્યુટિશિયન  (Beauticians) છોકરીઓની પ્રથમ બેચની તાલીમ પૂર્ણ થતાં તેઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. ત્યાં જ તમામ છોકરીઓને તેમને મેળવેલી તાલીમ તેઓના જીવનમાં કામ આવે તે માટે શુભેચ્છાઓ પણ સંચાલકો દ્વારા આપવામાં આવી હતી.