November 24, 2024

આ ઉનાળામાં સૂરજદાદા વરસાવશે અગ્નિ, જાણો બચવાના ઉપાય

Summer 2024 high temprature how to keep safe

ફાઇલ તસવીર

વિની વડગામા, અમદાવાદ: શહેર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સૂરજદાદા જાણે અગ્નિ વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. એવામાં હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં માર્ચ મહિનાના અંત સુધીમાં ગરમી વધવાની છે અને 40 ડિગ્રી સુધી પહોંચી જશે. ત્યારે હવે આ ગરમીથી કેવી રીતે બચવું અને ગરમીમાં લૂ લાગવાથી કઈ રીતે બચી શકાય તેના વિશે અમે તમને સંપૂર્ણ માહિતીથી અવગત કરાવીશું.

– પહેલા તો બોપોરે 12 થી 3 વાગ્યે બહાર જવાનું ટાળવું જોઇએ.
– પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઇએ.
– છત્રી, ટોપી અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
– લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ, ફળોના જ્યૂસ પીતા રહો આ સાથે પાણી પણ ખુબ પીવું જરૂરી છે.
– તડકામાં જતા પહેલા સનસ્ક્રીન લગાવવાનું ભૂલવું નહી.
– તડકામાં પાર્ક કરેલી કારની અંદર બાળકો કે પાલતુ પ્રાણીઓને ના છોડવા.

આ રીતે ગરમીથી અને લૂ લાગવાથી બચી શકો છો પણ લૂ લાગી જાય તો ખબર કેમ પડે કે લૂ લાગી ગઇ છે તો ચાલો એ પણ જણાવી દઇએ.

– બોડી ગરમ અને લાલ થઈ જાય
– સ્કિન ડ્રાય થઈ જાય
– એકદમ પરસેવો વળતો બંધ થઈ જાય
– હાથ-પગમાં એકાએક ધ્રુજારી આવવા લાગે
– ક્યારેક ચક્કર પણ આવવા લાગે
– હૃદયના ધબકારા પણ તેજ થઈ જાય
– કોઈવાર શ્વાસ પણ ફુલવા લાગે

હવે જો લૂ લાગી ગઈ હોય તો શું કરશો?

– સૌથી પહેલા ડૉકટરની સલાહ લો
– તડકામાં ના જવું ઠંડી જગ્યા પર રહો
– શરીર પર ભીનો ટુવાલ લપેટો
– વધુમાં વધુ છાશ, લસ્સી, પાણી અને જ્યુસ પીવો
– હું તમને એ પણ જણાવી દઉં કે જો લૂ લાગી જાય તો શું ના કરવું જોઈએ…
– ગમે તે દવા ના ખાઓ
– દર્દીને એવા રૂમમાં ના રાખો કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ હોય.
– એસી રૂમમાંથી ઉઠીને સીધા તડકામાં ના જવું.
– તડકામાંથી આવીને તરત જ હાથ અને મોઢું ધોઈ ના લો.

હવે આ ગરમીનું સૌથી વધુ જોખમ વૃદ્ધોને, પહેલાથી જ બીમાર લોકોને અને નબળી ઇમ્યુનીટીવાળા લોકોને છે એટલે તેમને ખાસ ધ્યાન રાખવું જોઇએ.