February 27, 2025

ભવનાથમાં મહાશિવરાત્રિએ રવેડીનું આયોજન, શાહીસ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ

Junagadh: જૂનાગઢના ભવનાથ ખાતે મોડી રાતે મહાશિવરાત્રિના દિવસે રવેડી નિકળી હતી.જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો સહિત ભક્તો જોડાયાં હતાં. રવેડી નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી ખાતે પહોંચ્યા હતા. આ રવેડીમાં અનેક આખાડા સહિત નાગા સાધુઓ પણ જોડાયા હતા. જાણે જૂનાગઢ ભગવામય બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર મહાશિવરાત્રિને લઈને મોટી સંખ્યામાં લોકો જૂનાગઢ પહોંચ્યા છે. અલગ-અલગ અખાડાના ધજા-પતાકા અને બેન્ડ વાજા સાથે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમણે પટ્ટાબાજી, તલવારબાજી જેવા કરતબો કર્યા હતા.

આ પણ વાંચો: આસામના મોરીગાંવમાં ભૂકંપ, 5 તીવ્રતાનો આંચકો અનુભવાયો

રવેડી નીહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર ભવનાથ તળેટીમાં હર હર મહાદેવના નાદ સાથે ગગન ગૂંજી ઉઠ્યું હતું. અંતે નાગાસાધુઓ સહિત તમામ સાધુઓએ મૃગીકુંડમાં શાહીસ્નાન કર્યું હતું. આ સાથે જ ભવનાથના મેળાની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી.