December 14, 2024

IND vs PAKની મેચ આ દિવસે, જાણો ક્યારે રમાશે આ મેચ

IND vs PAK: ક્રિકેટમાં સૌથી વધારે મેચ જોવાતી હોય તો તે છે ભારત અને પાકિસ્તાનની મેચ. એક એવો પણ સમય હતો કે જ્યારે બંને ટીમ વચ્ચે ઘણી વખત મેચ જોવા મળતી હતી. પરંતુ વર્ષ 2013 પછી બંને ટીમ વચ્ચે માત્ર ICC ટૂર્નામેન્ટ્સ અને એશિયા કપ જેવી ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે જોવા મળે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે પાકિસ્તાનમાં રમાવાની છે. જેમાં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન આમને સામને જોવા મળશે. જોકે અહિંયા એ વાત નક્કી થઈ ગઈ છે કે પાકિસ્તાનમાં ટીમ ઈન્ડિયા આ મેચ રમવા માટે નહીં જાય. ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર રમાશે. આ વચ્ચે હવે મહિલા U19 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આવો જાણીએ કયારે અને ક્યાં રમાશે આ મેચ.

ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે
ACC મહિલા અંડર-19 એશિયા કપ 2024માં બાંનેપાળ, પાકિસ્તાન, ગ્લાદેશ, ભારત, મલેશિયા અને શ્રીલંકા ખિતાબ માટે સ્પર્ધા કરતી જોવા મળશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

કયારે રમાશે મેચ
તારીખ અને દિવસ: રવિવાર, ડિસેમ્બર 15
સ્થળ: બ્યુમાસ ઓવલ, કુઆલાલંપુર
સમય: સવારે 11:30 (ભારતીય સમય)

આ પણ વાંચો: આ યુવા ખેલાડી બની શકે છે RCBનો નવો કેપ્ટન

બંને ટીમો

ભારતીય ટીમ: ભાવિકા આહિરે, ઈશ્વરી અવસરે, મિથિલા વિનોદ, જોશિતા વીજે, સોનમ યાદવ, પારુણિકા સિસોદિયા, નિક્કી પ્રસાદ (કેપ્ટન), સાનિકા ચાલકે, જી ત્રિશા, કમલિની જી, કેસરી દ્રિતી, આયુષી શુક્લા, આનંદિતા કે. , એમડી શબનમ, નંદના એસ.

પાકિસ્તાન મહિલા U19 ટીમ: ફિઝા ફિયાઝ, મહમ અનીસ, રાવેલ ફરહાન, કોમલ ખાન, જોફિશાન અયાઝ (કેપ્ટન), અરીશા અંસારી, વસીફા હુસૈન, અલીસા મુખતિયાર, કુરાતુલૈન, રોઝીના અકરમ, તૈયબા ઇમદાદ, ફાતિમા ખાન, હાનિયા અહમર, મહનૂર ઝેબ, શાહર બનો.