November 24, 2024

T20 વર્લ્ડ કપ પહેલાં ટીમ ઇન્ડિયાની તૈયારીઓ જોરદાર, પ્રથમ વોર્મ-અપ મેચમાં જીત

Women T20 World Cup 2024: આ વખતે યુએઈમાં મહિલા ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત થાય તે પહેલા વોર્મ-અપ મેચો શરૂ થઈ ગઈ છે. મહિલા ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમી છે. આ મેચમાં ચેમ્પિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝને 20 રને હાર આપી છે. ટીમ ઈન્ડિયાની 20 રનથી જીત થઈ છે. ભારતની જીતમાં જેમિમાહ રોડ્રિગ્સ અને પૂજા વસ્ત્રાકરની ભૂમિકા ખાસ રહી હતી. જેમિમાહ રોડ્રિગ્સ શાનદાર બેટિંગ કરી હતી.

કેવી રહી મેચ?
વર્લ્ડ કપમાં રમાયેલી આ મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 8 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ના હતી. ત્રણ વિકેટ શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરની હતી. અહીંથી જેમિમાહ રોડ્રિગ્સે યસ્તિકા ભાટિયા સાથે મળીને ઇનિંગની કમાન સંભાળતા જોવા મળી હતી.

આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં રમી રહેલા ખેલાડીઓનો પગાર કેટલો હોય છે?

ભારતીય બોલરોની તબાહી મચાવી
વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ માટે 142 રનનો ટાર્ગેટ મોટો ના હતો. ભારતીય બોલરોની કમાલની સામે તેણે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 20 રને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી દીપ્તિ શર્માએ 3 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે ચિનેલ હેનરીએ 48 બોલમાં 59 રનની ઈનિંગ રમી હતી.