September 27, 2024

નવરાત્રિને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં… સુરક્ષા વ્યવસ્થાનું ખાસ રાખવામાં આવશે ધ્યાન

Surat: નવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દેશભરમાં નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વચ્ચે હવે સુરતમાં નવરાત્રિને લઈને પોલીસની નવરાત્રિના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ બેઠક બાદ DCP દ્વારા વિગતો આપવામાં આવી હતી કે નવરાત્રિ દરમિયાન સુરક્ષા વ્યસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે.

આયોજકો સાથે કરી બેઠક
મળતી માહિતી અનુસાર નવરાત્રિની લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે સુરતમાં નવરાત્રિને લઈને પોલીસે આયોજકો સાથે બેઠક કરી હતી. આ બેઠક પોલીસ કમિશ્નરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. તેમજ નવરાત્રિના આયોજન કરતા આયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. નોંધનીય છે કે નવરાત્રિ દરમિયાન કોઈ અનિચ્છીનીય બનાવો ન બને તે માટે બેઠક બાદ DCP દ્વારા વિગતો આપવામાં આવી હતી.

સુરક્ષા વ્યસ્થાનું રાખવામાં આવશે ધ્યાન
નોંધનીય છે કે DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન સુરક્ષા વ્યસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે. તેમજ સુરત પોલીસ દ્વારા પણ કોઈ કયાસ છોડવામાં આવશે નહીં. તેમજશહેરમાં નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા સૂચનો આપવામાં આવ્યું હતું. આ સિવાય આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સૂચન અપાયું હતું.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી વચ્ચે NIAના 7 જગ્યા પર દરોડા, 9 જૂનની ઘટના સાથે કનેક્શન

તમને જણાવી દઈએ કે મિટિંગમાં આયોજકો ઉપરાંત શહેર પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા. મિટિંગમાં આયોજન સ્થળ પર કઈ પ્રકાર ની તૈયારીઓથી માંડીને સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.