October 13, 2024

ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે NDB દ્વારા $500 મિલિયનની લોન

ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન શાંઘાઈની ન્યુ ડેવલપમેન્ટ બેંક (NDB)એ ગુજરાતની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 500 મિલિયન ડોલરની લોન આપવાનું વચન આપ્યું હતું. ગુજરાતના બાંધકામ યોજનાને મજબૂત કરવા મહત્વપૂર્ણ પગલા લેવામાં શાંઘાઈ સ્થિત ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)એ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ નાણાકીય મૂડીરોકાણ રાજ્યની મહત્વની યોજના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે ફાળવવામાં આવ્યું છે. આ કરાર ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગને ખૂબજ ઉપયોગી સાબિત થશે. NDB દ્વારા ફાળવેલ નાણા અંદાજે 1,200 કિલોમીટર સુધીના રસ્તાઓને નિર્માણ કરવામાં મદદ કરશે, જે સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટી વધારવા માટે એક મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો : ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે ટાટા ગ્રૂપ

NDBની નાણાકીય સહાય ઉપરાંત જ્ઞાન અને કુશળતા પ્રદાન કરવા માટે તૈયાર છે. જેમાં અત્યાધુનિક ટેક્નોલોજી અપનાવવા, પર્યાવરણ માટે જાગૃતતા અને સુરક્ષિત માર્ગો ડિઝાઇનના અમલીકરણ દ્વારા ગ્રામીણ માર્ગ કનેક્ટિવિટીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. NDBની સહભાગિતા માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત રહેશે નહીં પરંતુ જ્ઞાન સહાય પૂરી પાડવા માટે પણ વધારમાં મદદ મળશે. NDBની નાણાકીય સહાયથી ગુજરાતમાં કેટલાંક પ્રોજેક્ટને ચોક્કસપણે ફાયદો થશે. NDB ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં નાણાકીય સહાય ઉપરાંત ટેક્નોલોજીકલ પ્રગતિ અને પર્યાવરણીય સંરક્ષણના પગલાંની યોજના છે. NDBનું ગુજરાતમાં ગ્રામીણ માર્ગ નેટવર્કને વધારવાનું લક્ષ્ય છે. મળતી માહિતી અનુસાર 10મી વાયબ્રન્ટ સમિટમાં વર્ષ 2024 માટે 41,299 પ્રોજેક્ટ્સમાં રૂપિયા 26.33 લાખ કરોડથી વધુ રોકાણો માટેના MoU થયા છે. કુલ મળીને 98,540 પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 45 લાખ કરોડથી વધુના રોકાણો માટે MoUની ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી છે. ગુજરાતમાં રોકાણ આકર્ષિત કરવામાં પણ સીએમ ભુપેન્દ્ર પટેલે ભૂતકાળનો રેકોર્ડ તોડયો છે.