December 14, 2024

ચીનીઓએ એપલ સાથે 100 કરોડની કરી છેતરપિંડી

iPhone: એપલનો આઈફોન એ દુનિયાની સૌથી પ્રખ્યાત કંપની છે. આજના સમયમાં દરેક લોકો આ કંપનીના ફોનને લેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ મહત્વની વાત એ છે કે iPhonesના જેટલા ચાહકો છે તે કદાચ કોઈ કંપનીના નહીં. જેના કારણે કે સમગ્ર વિશ્વમાં નકલી iPhonesનું  મોટું માર્કેટ છે.

ડોલરમાં નુકસાન
ચીન તો કોઈ ફેંક વસ્તુ બનાવવામાં નંબર 1 છે. કોઈ પણ વસ્તુને કોઈ પણ સ્વરૂપ આપી શકે છે. હવે ચીનના 5 લોકોએ એપલને ખરાબ રીતે બદનામ કરી દીધું છે. આ લોકોએ રિટર્ન દ્વારા કંપનીને લગભગ 16,000 નકલી એપલ ડિવાઇસ પરત કર્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ લોકોએ આઇફોન બનાવતી કંપનીને અંદાજે 12.3 મિલિયન ડોલરનું નુકસાન કરી દીધું છે.

ગ્રાહક સેવાનો દુરુપયોગ
આ ચીની 5 લોકોએ કંપનીને નકલી આઇફોન, આઈપેડ અને અન્ય ઉત્પાદનો પરત કરવામાં આવ્યા હતા. કેસના આધારે મની કંટ્રોલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ 5 ચીની નાગરિકોએ એપલને નકલી iPhones, iPads અને અન્ય ઉત્પાદનો પરત કર્યા હતા. આ નકલી રિટર્નની કિંમત અંદાજે 1.23 કરોડ ડોલર હતી. એટર્ની માર્ટિન એસ્ટ્રાડાએ કહ્યું કે આ તો ગ્રાહક સેવાનો દુરુપયોગ કર્યો છે. આવું કરનાર સામે અમે કડક કાર્યવાહી કરીશું.

આ પણ વાંચો: Oyo Roomએ પ્રથમ વખત કરોડોનો કર્યો નફો

કેવી રીતે થઈ છેતરપિંડી?
આ છેતરપિંડી કરનારાઓ ખુબ હોશિયાર હતા. Appleના આ ફેંક ડિવાઇસ અસલી જેવા જ હતા. જેમાં મહત્વની વાત એ હતી કે મૂળ ઉત્પાદન પર જે નંબર હોય તે નંબર જ તેમાં હતા. જેના કારણે નંબરથી જ ડિવાઇસની ઓળખ થતી હોય છે. જેના કારણે તેને ઓળખવા મુશ્કેલ થાય છે. આનાથી માત્ર એપલને જ મુશ્કેલી નડી પરંતુ અસલી ઉત્પાદનોનો ઉપયોગ કરતા અમેરિકનો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

આ વર્ષથી કૌભાંડ
Appleના કર્મચારીઓએ આ નકલી ઉત્પાદનોને બદલવી અથવા રિપેર કરવાનો વારો આવ્યો હતો. તપાસ કરતા ખબર પડી કે આ છેતરપિંડી કરનારા વર્ષ 2015થી છેતરપિંડી કરી રહ્યા છે. આ કૌભાંડના કારણે એપલને ભારે નુકસાન થયું છે. જો તે દોષિત સાબિત થાય છે, તો તે બધાને 20 વર્ષ સુધીની સજા થવાની પુરી સંભાવના છે.